ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2023 (16:05 IST)

બાળ વિવાહ પર મોટી કાર્યવાહી

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ગુરુવારે કહ્યું કે, તેમની સરકાર રાજ્યમાં બાળ વિવાહને ખતમ કરવા માટે દરરોજ દ્રઢ સંકલ્પિત છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે, આ કેસોમાં કાર્યવાહી 3 ફેબ્રુઆરીથી શરુ કરવામાં આવશે.
 
હિમંત બિસ્વા સરમાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, આસામ પોલીસે રાજ્યમાં બાળ વિવાહના 4004 કેસ નોંધ્યા છે. પોલીસની કાર્યવાહી 3 ફેબ્રુઆરીથી શરુ થશે. 
 
હકીકતમાં જોઈએ તો, ગત મહિને આસામ કેબિનેટે બાળ વિવાહ વિરુદ્ધ કાર્યવાહી શરુ કરવાનો નિર્ણય લીધો હતો અને તમામ હિતધારકોને આ મામલામાં સહયોગ માગ્યો હતો. એટલું જ નહીં સરકારે 14 વર્ષથી નાની ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરનારા પુરુષો વિરુધો પોક્સો એક્ટ અંતર્ગત કાર્યવાહીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.