રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 19 માર્ચ 2021 (22:53 IST)

ઘરે કહીને આવ્યો, ટાઈગરને મળવા જઈ રહ્યો છુ... અને એ માણસ સિંહના પિંજરામાં કૂદી ગયો

કલકત્તા શહેરના અલીપુર પ્રાણીસંગ્રહાલયમાં એક વ્યક્તિ સિંહના પિંજરામાં છલાંગ લગાવી દીધી. વાઘે પણ તએના પર હુમલો કર્યો અને તેના હાથ અને કમર ઘાયલ થઈ ગયા,  ખૂબ જ મુશ્કેલીથી તેને બચાવી શકાયો. પછી જાણ થઈ કે તે ઘરે કહીને આવ્યો હતો કે ટાઈગરને મળવા જઈ રહ્યો છુ. 
 
પ્રાણીસંગ્રહાલયના સંચાલક આશીષ કુમારે જણાવ્યુ આ ઘટના સવારે લગભગ 11 વાગે બની. જ્યારે અમને આ અંગે સમાચાર મળ્યા ત્યારે અમે નજીક જ હતા. સીસીટીવીમાં પણ આ ઘટના જોવા મળી હતી. અમે કીપરને ફોન કર્યો અને કહ્યુ કે જલ્દીથી પાંજરુ ખોલવામાં આવે. કારણ કે સિંહ એ સમયે જંગલના એરિયામાં બહાર જ ફરી રહ્યો હતો. 
 
પરંતુ ત્યા સુધી સિંહ અને એ માણસનો સામનો થઈ ચુક્યો હતો. સિંહે પોતાના પંજા દ્વારા હુમલો કર્યો જેનાથી તેની કમર અને પગ ઘવાયા.  જેમ તેમ કરીને તેને બચાવીને હોસ્પિટલ મોકલવામાં આવ્યો. 
 
પછી  જાણ થઈ કે તે વ્યક્તિ માનસિક સમસ્યાથી પીડિત છે. તે ઘરે કહીને આવ્યો હતો કે હુ વાઘને મળવા જઉ છુ. તેના ઘરે જાણ કરી દેવામાં આવી હતી