1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 1 જુલાઈ 2022 (18:52 IST)

કનૈયાલાલના હત્યારાઓનો નવો VIDEO, મર્ડર પછી બાઈક પર ભાગ્યા હતા

ટેલર કનૈયાલાલની હત્યાના થોડા સમય પછી એક નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં હત્યારા ગૌસ મોહમ્મદ અને રિયાઝ જબ્બાર મોટરબાઈક પર ભાગતા દેખાય છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે હત્યાની માહિતી મળતા જ માર્કેટમાં દોડા-દોડી અને ચીસાચીસ થઈ ગઈ હતી. લોકો બુમો પાડી પાડીને ભાગતા હતા અને માર્કેટની દુકાનો બંધ થવા લાગી હતી. 
 
SIT તપાસમાં સામે આવ્યું છે કે, હત્યારાઓએ તેમનું બાઈક ચાલુ જ રાખ્યું હતું જેથી હત્યા પછી તેઓ તુરંત ભાગી શકે. માર્કેટમાં મર્ડરની વાત ફેલાતા જ લોકો આમતેમ ભાગવા લાગ્યા હતા. બંને હત્યારાના કેસ ઉદયપુર જિલ્લા કોર્ટે NIAને ટ્રાન્સફર કરી દીધા છે. NIAએ ઉદયપુર કોર્ટમાં પણ એક અરજી કરી છે બંને હુમલાખોરો અને હત્યાકાંડ સાથે જોડાયેલા અને અન્ય પુરાવા તેમને સોંપવામાં આવે. કોર્ટ આજે આ અરજી વિશે પણ સુનાવણી કરી શકે છે.
 
ઉદયપુરમાં કર્ફ્યુ વચ્ચે આજે બપોરે 3 વાગે જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવી  આ દરમિયાન હત્યારા ગૌસ મોહમ્મદ અને રિયાઝ જબ્બાને ઉદયપુરથી અજમેરની હાઈ સિક્યુરિટી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હત્યાની તપાસ વિશે NIAની ટીમ ગુરુવારે રાતે કાનપુર પહોંચી અને ઘણી જગ્યાએ દરોડા પાડ્યા છે. હત્યારાઓ પાસેથી મળેલા દસ્તાવેજોના આધારે કાનપુર કનેક્શન પછી અહીં કાર્યવાહી કરવામાં આવી છે. અહીં શુક્રવારે ચોથા દિવસે પણ ઈન્ટરનેટ બંધ છે. હિંસા ના થાય તે માટે કલમ 144 પણ લગાવાવમાં આવી છે.