સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 22 ઑગસ્ટ 2021 (18:40 IST)

ભારત પહોંચતા જ રડી પડ્યા અફગાની સાંસદ, બોલ્યા - અમારા અફગાનિસ્તાનમાં બધુ પતી ગયુ, VIDEO

અફગાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછીથી બગડી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બધા દેશ પોતપોતાના નાગરિકોને ત્યાથી કાઢવામાં લાગ્યા છે. આને જોતા અફગાનિસ્તાનના કાબુલથી ઉડાન ભરનારા ભારતીય વાયુસેનાના વિમાન આજે ગાજિયાબાદમાં હિડન બેસ પર ઉતરી ગયા. આ સાથે જ અફગાનિસ્તાનમાં ફસાયેલા એ ભારતીયોયે ચેનનો શ્વાસ લીધો.  ઉલ્લેખનીય છે કે હિંડન પર ઉતરેલ આ વિમાનમાં 107 ભારતીય નાગરિક સહિત 168 લોકો સવાર હતા. આ વિમાનમાંથી ઉતરેલા એક અફગાને સાંસદ નરેન્દ્ર સિંહ ખાલસા પત્રકારો સાથે વાતચીત દરમિયાન રડી પડ્યા 
 
પત્રકારોએ જેવુ જ તેમને પૂછ્યું કે સાંસદ તરીકે પોતાનો દેશ છોડવો કેટલો દુ:ખદાયક છે. આનો જવાબ આપતા પહેલા સાંસદ રડી પડ્યા. જેના પર પત્રકારો સાંત્વના આપતા કહ્યું - તમે એક દિવસ તમારા ઘરે પરત ચોક્ક્સ જશો, રડશો નહીં…. પછી એ સાંસદે કહ્યું કે આ જ રડવાનુ કારણ છે, જે અફઘાનિસ્તાનમાં અને પેઢીઓથી રહી રહ્યા હતા ત્યા આવુ નહોતુ જોયું. બધું સમાપ્ત થઈને શૂન્ય થઈ ગયુ અને 20 વર્ષ જે સરકાર બની તે સમાપ્ત થઈ ગઈ. લાખ પ્રયત્નો પછી પણ ખાલસા પોતાના આંસુ રોકી શક્યા નહીં.
 
ઉલ્લેખનીય છે અત્યાર સુધી લગભગ 300 નાગરિકોને કાબુલથી ભારત પરત લાવવામાં આવ્યા છે. ભારત હાલમાં તાજિકિસ્તાન અને કતારના રસ્તે પોતાના નાગરિકોને એરલિફ્ટ કરી રહ્યું છે.

 
ઉલ્લેખનીય છે કે, 20 વર્ષ બાદ ફરી એકવાર તાલિબાનનો અફઘાનિસ્તાન પર કબજો થયો છે. તેમણે દેશના રાષ્ટ્રપતિ ભવન પર પણ કબજો જમાવ્યો છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તાલિબાનને સત્તા સોંપી દીધી છે. આ સાથે જ રાષ્ટ્રપતિ ગનીએ દેશ છોડી દીધો છે.