1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (17:13 IST)

એર ચીફ માર્શલ વીઆર ચૌધરી બન્યા ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ

એર ચીફ માર્શલ વીઆર ચૌધરી ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ બની ગયા છે. તેમણે આરકેએસ ભદૌરિયાની જગ્યા લીધી છે. એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી જે ચીન સાથેનું સંકટ ચરમ સીમાએ હતું ત્યારે લદ્દાખ સેક્ટરના પ્રભારી હતા તેમણે ગુરૂવારે એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા પાસેથી નવા વાયુ સેના પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો હતો.
 
આરકેએસ ભદૌરિયા 42 વર્ષની સેવા બાદ સેવાનિવૃત્ત થયા છે. આ દરમિયાન તેમણે 36 રાફેલ અને 83 માર્ક1એ સ્વદેશી તેજસ જેટ સહિત 2 મેગા લડાકુ વિમાનના સોદામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની કરિયરની શરૂઆત પેન્થર્સ સ્ક્વોડ સાથે MIG-21ની ઉડાનથી શરૂ થઈ હતી અને પછી એ જ એરબેઝ પર એ જ સ્ક્વોડ્રન સાથે સમાપ્ત થઈ હતી. 
 
પૂર્વ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ 13 સપ્ટેમ્બરના રોજ 23 વર્ગ, હલવારામાં વાયુ સેના પ્રમુખ તરીકે એક લડાકુ વિમાનમાં પોતાની અંતિમ ઉડાન ભરી હતી