સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (16:48 IST)

મુંબઈની મેડિકલ કોલેજમાં કોરોના બ્લાસ્ટ! 29 MBBS વિદ્યાર્થીઓને કોવિડ-19 પોઝિટિવ

મુંબઈની કેઈએમ અને શેઠ જીએસ મેડિકલ કોલેજ (KEM and Seth GS Medical College )માં અભ્યાસ કરનારા MBBSના 29 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટિવ  (Corona Positive)જોવા મળ્યા છે. 29માંથી 23 વિદ્યાર્થીઓએ સેકંડ ઈયર ને 6 વિદ્યાર્થી ફર્સ્ટ ઈયરના છે. કોરોના પોઝિટિવ જોવા મળેલા 29 વિદ્યાર્થીઓમાંથી 27 વિદ્યાર્થીઓએ કોરોના વેક્સીન (Corona Vaccine) ના બંને ડોઝ લીધા હતા. 
 
સાથે જ બે વિદ્યાર્થીઓને સારવાર માટે સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓને ક્વારંટાઈન કરવામાં આવ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ કેવી રીતે વાયરસની પકડમાં આવ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે.  આ સાથે જ મહારાષ્ટ્રના થાણેમાં કોરોના વાયરસના 315 નવા કેસ નોંધાયા બાદ, આ જિલ્લામાં સંક્રમણના કેસ વધીને 5,59,110 થઈ ગયા છે.  ગુરુવારે  એક અધિકારીએઆ માહિતી આપી.

ઠાણેમાં 315 નવા કેસ
 
સાથે જ મહારાષ્ટ્રના થાણેમાં કોરોના વાયરસના 315 નવા કેસ નોંધાયા બાદ, આ જિલ્લામાં ચેપના કેસ વધીને 5,59,110 થઈ ગયા છે. એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે આ નવા કેસ બુધવારે સામે આવ્યા હતા. આ સાથે વધુ ત્રણ દર્દીઓના મોત બાદ જિલ્લામાં મૃત્યુઆંક વધીને 11,406 થયો છે.
 
તેમણે કહ્યું કે જિલ્લામાં કોવિડ -19 થી મૃત્યુ દર 2.04 ટકા છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે પડોશી પાલઘર જિલ્લામાં કોવિડ -19 ના કેસ વધીને 1,35,882 થયા છે, જ્યારે ચેપને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 3,276 છે.
 
કોરોના ડ્યુટી દરમિયાન જીવ ગુમાવનારાઓ માટે 138 કરોડ
 
મહારાષ્ટ્ર સરકારે રાજ્યના પોલીસ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓના પરિવારો માટે 138 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય મંજૂર કરી છે જેમણે કોરોના ડ્યુટી દરમિયાન જીવ ગુમાવ્યો છે. સરકારે માહિતી અધિકાર (RTI) કાયદા હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં આ માહિતી આપી છે.