રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 31 જુલાઈ 2019 (14:27 IST)

પાટીદાર આંદોલન સમિતિના કન્વિનર અલ્પેશ કથિરિયાના જામીન મંજુર

પાટિદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયાને આજે ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા છે. 6 મહિના સુધી સુરતમાં નહીં પ્રવેશવાની શરતે હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે. સુરત પોલીસે રાજદ્રોહના કેસમાં આરોપી એવા અલ્પેશ કથિરીયાની 18 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી.
સુરતના પાસ કન્વીનર અને હાર્દિક પટેલના નજીકના સાથી અલ્પેશ કથિરીયાની 3 વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અલ્પેશ કથિરીયાની ધરપકડ કરી હતી. ત્રણ વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયા વોન્ટેડ હતો. હાર્દિકના ઉપવાસ માટે અમદાવાદમાં આવેલા અલ્પેશ કથિરીયાને હાર્દિક પટેલના ઘરેથી બહાર નીકળતા જ ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી લીધી હતી.
અલ્પેશ કથીરિયાને જામીન મળતા હાલમાં સુરતનાઅલ્પેશ કથીરિયાના જામીનથી પરિવારમાં ખુશીનો માહોલ પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે અને અલ્પેશ કથીરિયાનો પરિવાર પણ જામીન મંજૂર થવાથી ખુશ છે. હવે જેલમુક્ત થયા બાદ અલ્પેશ કથીરિયા અનામત આંદોલનનો ચહેરો બનીને આંદોલન ચલાવે છે કે નહીં તે અલ્પેશ કથીરિયા જેલમુક્ત થયા બાદ ખબર પડશે.