સોમવાર, 4 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 5 નવેમ્બર 2022 (12:30 IST)

7 Women Died - કર્ણાટકના બિદરમાં ઓટો રિક્ષા ટ્રક સાથે અથડાઈ, ઘટનાસ્થળે જ 7 મહિલાઓના મોત

BIDAR ACCIDENT
કર્ણાટકના બિદરમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત મહિલાઓના મોત થયા છે અને 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ શુક્રવારે મોડી રાત્રે ટ્રક અને ઓટો રિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી. જે બાદ આ કરૂણ અકસ્માત સર્જાયો હતો.
 
જાણવા મળ્યું છે કે મહિલાઓ કર્ણાટકના બિદરના એક ગામમાંથી મોડી રાત્રે ઓટો રિક્ષામાં ઘર તરફ જઈ રહી હતી. આ મહિલાઓ વ્યવસાયે મજૂર હોવાનું કહેવાય છે, જે આખો દિવસ કામ કરીને ગામ પરત ફરી રહી હતી. આ ઘટના બિદરના બેમલાખેડા સરકારી શાળા પાસે બની હતી.
 
સ્થાનિક પોલીસનું કહેવું છે કે મોડી રાત્રે મહિલાઓ ઓટો રિક્ષામાં પોતાનું કામ પૂરું કરીને ઘરે પરત ફરી રહી હતી. ત્યારે બેમાલાખેડા સરકારી શાળા પાસે બેકાબૂ ટ્રકે ઓટો-રિક્ષા સાથે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઓટો રિક્ષાના ફુરચા ઉડી ગયા હતા. સાત મહિલાઓના મોત થયા છે. તેમની ઓળખ પાર્વતી (40), પ્રભાવતી (36), ગુંડમ્મા (60), યદમ્મા (40), જગમ્મા (34), ઈશ્વરમ્મા (55) અને રુક્મિણી બાઈ (60) તરીકે થઈ છે.
 
પોલીસે જણાવ્યું કે બંને વાહનોના ડ્રાઈવર સહિત 11 લોકો ઘાયલ થયા છે. જેમાં બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. બીજી તરફ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.