સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 31 ઑક્ટોબર 2022 (16:25 IST)

NCP વડા શરદ પવારની તબિયત લથડી, બ્રીચ કેંડી હોસ્પીટલમાં થયા દાખલ

sharad panwar
મહારાષ્ટ્રના નેતા અને રાષ્ટ્રવાદી કાંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારની તબિયત લથડી છે. તેમને રાજધાની મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર છે કે આ અઠવાડિયે જ તેમને રજા આપવામાં આવશે. તેઓ આગામી નવેમ્બરમાં યોજાનાર પાર્ટીના કાર્યક્રમોમાં ભાગ લેતા રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કોંગ્રેસની 'ભારત જોડો' યાત્રામાં પણ સામેલ થવાના છે.
 
રાકંપાએ જાણકારી આપી છે કે તબીયત લથડતાના કારણે પવારને હોસ્પીટલમાં દાખલ કરાવ્યો છે. પાર્ટીએ જણાવ્યુ કે તેણે 2 નવેમ્બર સુધી ડિસ્ચાર્જ કરી શકાય છે. તેમજ 4-5 નવેમ્બરે શિરડીમાં યોજાનાર શિબિરમાં વરિષ્ઠ નેતાઓ હાજરી આપશે. ખાસ વાત એ છે કે 81 વર્ષીય રાજનીતિમાં સતત સક્રિય રહ્યા છે.