Maharastra Crisis- શિંદે સરકાર છ મહિનામાં પડી શકે છેઃ પવાર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં મધ્યસત્ર ચૂંટણી થવાની સંભાવના છે કારણ કે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેની આગેવાની હેઠળની રાજ્ય સરકાર આગામી છ મહિનામાં પડી શકે છે.
પવારે મુંબઈમાં એનસીપીના ધારાસભ્યો અને પાર્ટીના અન્ય નેતાઓને સંબોધતા આ વાત કહી. બેઠકમાં હાજરી આપનાર એનસીપીના એક નેતાએ પવારને ટાંકીને કહ્યું હતું કે, "મહારાષ્ટ્રમાં નવી રચાયેલી સરકાર આગામી છ મહિનામાં પડી શકે છે, તેથી દરેકે મધ્યસત્ર ચૂંટણી માટે તૈયાર રહેવું જોઈએ."