સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 29 મે 2019 (15:13 IST)

PM Modiની નવી કેબિનેટમાં નહી જોડાય અરુણ જેટલી, Twitter પર આપી માહિતી

ભાજપા નેતા અને વર્તમાન કાર્યવાહક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે એક વાર ફરી પ્રધાનમંત્રી પદની શપથ લેશે. તેમની સાથે અનેક મંત્રી પણ શપથ લેશે. આ વખતે પૂર્વ નાણાકીય મંત્રી અરુણ જેટલી શપથ લેતા નહી જોવા મળે અને ન તો નિકટ ભવિષ્યમાં સરકારનો ભાગ બને. 
 
અરુણ જેટલીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલી ચિઠ્ઠીમાં કહ્યુ છે કે તેઓ તેમની નવી સરકારમાં કોઈ જવાબદારી નહી લઈ શકે. તેમના સ્વસ્થ થવામાં હજુ વધુ સમયની જરૂર છે. 
 
જેટલી પ્રધાનમંત્રીના નામે લખેલી ચિઠ્ઠીમાં કહ્યુ, ગયા વર્ષે પાંચ વર્ષથી તમારા નેતૃત્વવાળી સરકારનો ભાગ હોવો અમારે માટે સન્માનની સાથે સાથે સીખની એક અસર પણ હતી.  આ પહેલા પણ એનડીએની પહેલી સરકાર દરમિયાન પણ મને જવાબદારીઓ નિભાવવાની તક મળી. પાર્ટી સંગઠનમાં અને વિપક્ષમાં રહેતા પણ મે ઘણુ સીખ્યુ. સીખવાની મારી ભૂખ હજુ મરી નથી. 
 
છેલા આઠ મહિના દરમિયાન હુ સ્વાસ્થ્ય સાથે જોડાયેલ સમસ્યાઓથી ઘેરાયેલો રહ્યો છુ. મારા ડોક્ટર મને આ સમસ્યાઓમાંથી બહાર કાઢવાની દરેક શક્ય કોશિશ કરી રહ્યા છે. જ્યારે ચૂંટણી પ્રચાર ખતમ થયો અને તમે કેદારનાથની તરફ જઈ રહ્યા હતા એ સમયે પણ હુ તમને વાત કરી હતી. હાલ હુ કોઈપણ પ્રકારની જવાબદારીઓથી દૂર રહેવા માંગુ છુ જેથી મારી સારવાર અને મારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકુ. તમારા નેતૃત્વમાં ભાજપા અને એનડીએ એ શાનદાર અને સુરક્ષિત જીત નોંધાવી.  આવતીકાલે નવી સરકાર શપથ લેશે. 
 
હુ ઔપચારિક રીતે તમને આ નિવેદ્ન કરવા માટે ચિઠ્ઠી લખી રહ્યો છુ કે મને મારે માટે, મારી સારવાર મ આટે અને સ્વસ્થ થવા માટે યોગ્ય સમયની જરૂર છે. તેથી હાલ હુ નવી સરકારમાં કોઈપણ પ્રકારની જવાબદારી લેવા નથી માંગતો. 
 
સરકારના સમર્થનમાં મારી જવાબદારીઓ નિભાવવા માટે અનૌપચારિક રૂપે જ્યારે પણ જરૂર પડશે હુ તૈયાર રહીશ.