બુધવાર, 5 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 26 ફેબ્રુઆરી 2022 (17:19 IST)

યૂપીમાં ભીષણ રોડ અકસ્માત - નેશનલ હાઈવે પર ઉભી ટ્રકમાં પાછળ ઘુસી કાર, 5ના મોત એક ઘાયલ

Big Road Accident In Banda
યુપીના બાંદા જિલ્લામાં શનિવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. નેશનલ હાઈવે પર ઉભેલી ટ્રક સાથે સ્પીડમાં આવતી કાર પાછળથી અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
 
ઘટનાની માહિતી મળતા જ સંબંધિત પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા. મૃતકની ઉંમર 28 થી 32 વર્ષની આસપાસ હોવાનું જાણવા મળે છે. કાર સવારો સરઘસ સાથે જાલૌન જિલ્લાના ઓરાઈ જઈ રહ્યા હતા.
 
આ ઘટના બાંદા શહેરના કોતવાલીના જમુનીપુરવાની પાસે થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, કારમાં સવાર લોકો ચિત્રકૂટના રહેવાસી છે અને તે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ઉરઈ જઈ રહ્યા હતા. ત્યારે આવા સમયે તેમની કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. તો વળી આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસે કાર સવાર તમામ લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતાં.