1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2023 (12:51 IST)

Bihar Boat Accident - બિહારમાં મોટી દુર્ઘટના, શાળાના બાળકોથી ભરાયેલી નાવડી પલટી, ઘટનાસ્થળ પર પહોચી રેસ્ક્યુ ટીમ

bihar boat accident
bihar boat accident
 Bihar boat accident - બિહારના મુજફ્ફરપુર જીલ્લામાં દર્દનાક દુઘટના જોવા મળી છે. અહી ગાયઘાટ પોલીસ સ્ટેશન હેઠળ આવનારા બેનીબાદ ક્ષેત્રના બાગમતી નદીમાં એક નાવડી પલટી ગઈ. આ નાવડી બાળકોને લઈને સ્કુલ છોડવા જઈ રહી હતી. માહિતી મુજબ નાવડીમાં 34 બાળકો સવાર હતા. હાલ અનેક બાળકો લાપતા છે અને અનેક બાળકોને બચાવી લેવામાં આવ્યા છે.  આ ઘટનાની સૂચના પોલીસને આપવામાં આવી જ્યારબાદ ઘટના સ્થળ પર પોલીસની ટીમ પહોચી અને હવે રેસક્યુ ટીમને પણ બોલાવી લેવામાં આવી છે. આ મામલા પર અધિકારી કશુ પણ બોલવાથી બચી રહ્યા છે. હાલ ગોતાખોર નદીમાંથી બાળકોને કાઢવામાં લાગ્યો છે. અનેક બાળકોને હાલ બહાર કાઢી લેવામાં આવ્યા છે. જો કે અનેક બાળકો હજુ પણ ગાયબ છે. 
 
પોલીસ સ્ટેશન હેઠળ આવનારા બેનીબાદ ક્ષેત્રના બાગમતી નદીમાં એક નાવડી પલટી ગઈ. આ નાવડી બાળકોને લઈને સ્કુલ છોડવા જઈ રહી હતી. માહિતી મુજબ નાવડીમાં 34 બાળકો સવાર હતા. હાલ અનેક બાળકો લાપતા છે અને અનેક બાળકોને બચાવી લેવામાં આવ્યા છે.  આ ઘટનાની સૂચના પોલીસને આપવામાં આવી જ્યારબાદ ઘટના સ્થળ પર પોલીસની ટીમ પહોચી અને હવે રેસક્યુ ટીમને પણ બોલાવી લેવામાં આવી છે. આ મામલા પર અધિકારી કશુ પણ બોલવાથી બચી રહ્યા છે. હાલ ગોતાખોર નદીમાંથી બાળકોને કાઢવામાં લાગ્યો છે. અનેક બાળકોને હાલ બહાર કાઢી લેવામાં આવ્યા છે. જો કે અનેક બાળકો હજુ પણ ગાયબ છે. 

 
સ્થાનીક લોકોમાં નારાજગી 
દુઘટના પછી સ્થાનીક ગોતાખોર બાળકોને બહાર કાઢવામાં લાગ્યા છે. તેમણે અનેક બાળકોને બહાર કાઢ્યા છે પણ હજુ પણ અનેક બાળકો ગાયબ બતાવવામાં આવી રહ્યા છે. ઘટના પછી હાહાકાર મચી ગયો છે. લોકોની ભારે ભીડ ભેગી થઈ ગઈ છે. નદીમાં પાણીનુ જોર પુષ્કળ છે જેને કારણે બાળકોને કાઢવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.  આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ઘટનાસ્થળે ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર છે. એક તરફ બોટ પલટી જવાથી અનેક બાળકો લાપતા છે. બીજી તરફ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ગુરુવારે મુઝફ્ફરપુરની મુલાકાતે છે. સીએમ અહીં કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાના છે.