સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 29 સપ્ટેમ્બર 2022 (18:28 IST)

Bihar Video: ભાગલપુરમાં ચાલતી ટ્રેનમાંથી મોબાઈલ ચોરને લટકાવ્યો, પડતા પહેલા અંદર ખેંચીને કર્યો અધમરો

MOBILE CHOR
Viral Video:  બિહારનો એક વીડિયો હાલમાં જ વાયરલ થયો હતો જેમાં એક ચોર ટ્રેનની અંદર બેઠેલા મુસાફરનો ફોન છીનવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મુસાફરે તેનો હાથ ટ્રેનની બારીની અંદર પકડી લીધો અને તેને ટ્રેનની બારીમાં લટકાવીને આગલા સ્ટેશન સુધી લઈ ગયો. ચોર તેના જીવનની ભીખ માંગતો રહ્યો અને બૂમો પાડતો રહ્યો કે તેનો હાથ ન છોડે કારણ કે તે પડશે તો મરી જશે. આ મામલો બેગુસરાયનો છે જ્યાં એક ચોર મોબાઈલ સ્નેચિંગ કરતા ઝડપાઈ ગયો હતો. હવે આવો જ એક કિસ્સો ભાગલપુરમાં જોવા મળ્યો છે જેનો વીડિયો વાયરલ થયો છે.
 
મોબાઈલ ચોરને મુસાફરોએ ઝપટ્યો 
ભાગલપુરના લૈલાખ રેલ્વે સ્ટેશન પર બુધવારે એક ચોર એક મુસાફર પાસેથી મોબાઈલ ફોન આંચકીને ભાગવા લાગ્યો હતો. તેણે ટ્રેનની અંદર આ ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે પીડિત યુવકે તેનો પીછો કર્યો તો ચોર જમાલપુર સાહિબગંજ પેસેન્જર ટ્રેનમાં ચડી ગયો. પરંતુ તે જ સમયે પીડિત યુવકે બૂમો પાડવાનુ શરૂ કરી દીધું હતું. થોડી જ વારમાં ટ્રેનની અંદર બેઠેલા લોકો આખો મામલો સમજી ગયા અને મુસાફરોએ ચોરને પકડી લીધો. ટ્રેનની અંદર મુસાફરોએ ચોરને જોરદાર માર માર્યો હતો.
 
ચોર ચાલતી ટ્રેનમાંથી બહાર લટકાવ્યો  
ટ્રેનની અંદર મુસાફરોની ભીડ એકઠી થઈ અને એક પછી એક બધાએ હાથ સાફ કર્યા. તે જ સમયે, બેગુસરાય ઘટનાનું પુનરાવર્તન ફરીથી જોવા મળ્યું. ટ્રેનની અંદર બેઠેલા મુસાફરોએ કથિત ચોરને ટ્રેનની બહાર લટકાવી દીધો. ટ્રેન ખુલી અને ચોર બહાર લટકતો રહ્યો જ્યારે અંદરના લોકોએ તેનો હાથ પકડી રાખ્યો હતો. તેનો વીડિયો પણ ઘણા લોકોએ કેપ્ચર કર્યો.  જે વાયરલ થઈ રહ્યો છે.  ચોર પોતાના જીવન માટે ભીખ માંગતો રહ્યો અને  કેટલીય વાર  તે પડવાની અણી પર દેખાયો. પરંતુ લોકોએ તેનું પેન્ટ પકડી લીધું અને તેને અંદર ખેંચી લીધો 
 
Edited by - Kalyani Deshmukh