બુધવાર, 3 ડિસેમ્બર 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : રવિવાર, 9 એપ્રિલ 2023 (13:51 IST)

Video- દુલ્હને હાથની મેંહદીમાં લખ્યો 'પ્રેમનો પ્રોગ્રામ'

video viral
દુલ્હને હાથની મેંહદીમાં લખ્યો 'પ્રેમનો પ્રોગ્રામ' - Bride writes 'love program' in hand mehndi- સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુલ્હનના હાથ પર મહેંદી (બ્રાઈડલ મહેંદી) લગાવવામાં આવી રહી છે. પરંતુ, તેની મહેંદીમાં કંઈક એવું છે, જે તમને પણ આશ્ચર્યચકિત કરી દેશે.
 
ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલી આ રીલમાં તમે જોઈ શકો છો કે યુવતીના હાથ પર મહેંદી લગાવવામાં આવી રહી છે. રસપ્રદ વાત એ છે કે હથેળી પર ડિઝાઈનની 
જગ્યાએ કેટલાક યાદગાર દિવસો પણ લખવામાં આવ્યા છે, જેને જોઈને લોકો ખૂબ એન્જોય કરી રહ્યા છે. હાથ પર લખેલી બધી તારીખોની ટોચ પર ઇન્સ્ટાગ્રામ પર મેસેજ  કરવાની તારીખ છે, પછી પ્રસ્તાવ, પ્રથમ મુલાકાત અને લગ્નની તારીખ છેલ્લે લખેલી છે, જે દર્શાવે છે કે છોકરાએ છોકરીને 19 જાન્યુઆરી, 2022 ના રોજ પ્રપોઝ કર્યું હતું. બંને 25 એપ્રિલ 22ના રોજ એકબીજાને મળ્યા હતા અને તેમના લગ્ન 31 જાન્યુઆરી 2023ના રોજ નક્કી થયા હતા.