1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 6 જાન્યુઆરી 2024 (10:29 IST)

Ayodhya Ram Mandir Photo : અયોધ્યાના ભવ્ય રામ મંદિરની લેટેસ્ટ તસ્વીરો અહી જુઓ, જાણો રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહુર્ત

ayodhya ram mandir
- અયોધ્યામાં રામલલ્લાનું ભવ્ય મંદિર બનીને તૈયાર
-  રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 84 સેકન્ડના સૂક્ષ્મ મુહુર્તમાં
- મંદિરમાંથી 50,000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ થવાની સંભાવના
Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામલલ્લાનું ભવ્ય મંદિર બનીને તૈયાર થઈ ચુક્યું છે.  તેનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થશે. અહી જુઓ મંદિરની લેટેસ્ટ તસવીરો   
ayodhya
ayodhya
અયોધ્યામાં રામલલ્લાનું ભવ્ય મંદિર તૈયાર છે. હવે લોકો આ ભવ્ય મંદિરની એક ઝલકની રાહ જોઈ રહ્યા છે. ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં બનેલા આ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થશે.
ayodhya ram mandir
22મી જાન્યુઆરી ખાસ દિવસ રહેશે. આ દિવસ ઈતિહાસના પાનામાં નોંધાશે. આ મંદિરને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મંદિર દરેક રીતે ઐતિહાસિક હશે. માનવામાં આવે છે કે આ મંદિરમાંથી 50,000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ થવાની સંભાવના છે.
Ayodhya Ram temple Photos
Ayodhya Ram temple Photos
રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા ફકત 84 સેકન્ડના સૂક્ષ્મ મુહુર્તમાં જ કરવામાં આવશે. એવું બતાવવામાં આવ્યું છે કે  84 સેકન્ડનું આ મુહુર્ત ખૂબ જ શુભ છે જે ભારત માટે સંજીવનીનું કામ કરશે.
 Ramlala in Ayodhya
Ramlala in Ayodhya
 22 જાન્યુઆરી, 2024 ના રોજ 12:29 મિનિટ 8 સેકન્ડથી મૂલ મુહૂર્ત શરૂ થશે, જે 12:30 મિનિટ 32 સેકન્ડ સુધી ચાલશે. એટલે કે  1 મિનિટ 24 સેકન્ડમાં જ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.  
Ayodhya
Ayodhya
રામ મંદિરના આ ભવ્ય મંદિરની તસવીરો તમે ટૂંક સમયમાં જ  જોઈ શકો છો અને આ મંદિરની મુલાકાત લઈ શકો છો.