સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :ભોપાલ. , મંગળવાર, 18 ડિસેમ્બર 2018 (10:28 IST)

કોંગ્રેસે વચન પુર્ણ કર્યુ, કમલનાથે ખેડૂત કર્જમાફીની ફાઈલ પર કર્યા સાઈન

કમલનાથે મુખ્યમંત્રી પદની શપલ લઈ લીધી છે. સીએમની ખુરશી પર બેસતા જ તેમણે એક મોટો નિર્ણય લીધો છે. તેમણે ખેડૂતોને લોન માફીની ફાઈલ પર હસ્તાક્ષર કરી દીધા છે. સત્તા સાચવતા જ તેમણે પોતાના આ મહત્વપૂર્ણ કામ કર્યુ. 
ઉલ્લેખનીય છે કે કમલનાથે પોતાની જાહેરાત પત્રમાં પહેલા જ 10 દિવસની અંદર કર્જ માફ કરવાનુ વચન કર્યુ હતુ. જે હવે પુરૂ થતુ દેખાય રહ્યુ છે. સૂત્રો મુજબ લગભગ 40 લાખ ખેડૂતોને કર્જમાફી માટે ફાઈલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કમલનાથે સરકારે કન્યા વિવાહ યોજનાની રકમ 51000 હજાર કરી દીધી છે. 
 
રાહુલના વચન પર સરકારની મોહર 
 
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પ્રચારના સમયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અનેક સ્થાન પર કર્જમાફીનુ એલાન કર્યુ હતુ. ચૂંટણી દરમિયાન સભામાં રાહુલ ગાંધીએ આ વચન આપ્યુ હતુ કે મપ્રમાં કોંગ્રેસના સીએમ બનતા જ 10 દિવસની અંદર ખેડૂતનુ કર્જ માફ કરવામાં આવ્યુ. આટલુ જ નહી કોંગ્રેસના ઘોષણાપત્રમાંપણ ખેડૂતોને કર્જ માફની પ્રમુખતાનુ સ્થાન આપવામાં આવ્યુ. કર્જને કારણે સતત મોતના આગોશમં જઈ રહેલ ખેડૂતોને આ એલાને સંજીવની આપવાનુ કામ કર્યુ છે. કમલનાહ્તે શપથ લીધા પછી કમલનાથે પહેલા કામ રાહુલ ગાંધીના વચન પર મધ્યપ્રદેશ સરકારની મોહર લગાવતા 40 લાખ ખેડૂતોને કર્જ માફીના ફાઈલ પર સાઈન કરી દીધી. આટલુ જ નહી કમલનાથે કન્યા વિવાહ યોજના હેઠળ અપાનારી રકમ વધારીને 51 હાજર કરી નાખી છે. મપ્રદેશમાં ચાર ગારમેટ પાર્ક બનાવવાની મંજૂરી સાથે જ કમલનાથે ત્રીજી ભેટ પણ આપી દીધી. 
 
શપથ ગ્રહણ પછી જ ખેડૂતોએન કર્જમાફી પર રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરતા લખ્યુ કે એક કર્યુ હવે બીજુ કરવાનુ છે.