ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 24 એપ્રિલ 2024 (12:14 IST)

ચૂંટણીની વચ્ચે સૈમ પિત્રોદાના નિવેદન પર વિવાદ, મૃત્યુ બાદ અડધી સંપત્તિ સરકારના હવાલે ?

કોંગ્રેસના થિંક ટૈક અને ઈંડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સૈમ પિત્રોદાને વારસાગતની સંપત્તિ પર ટેક્સ લગાવવાની વકાલત કરી છે. તેમણે કહ્યુ કે અમેરિકામાં આ પ્રકારનો કાયદો છે. સૈમે કહ્યુ કે અમેરિકામાં કોઈપણ વ્યક્તિ 45 ટકા પોતના બાળકોને નામે કરી શકે છે. 55 ટકા ભાગ સરકાર લઈ લે છે.  પિત્રોદાએ કહ્યુ કે તમે તમારી પેઢી માટે સંપત્તિ બનાવી છે. તમારે  તમારી સંપત્તિ લોકો માટે છોડવી જોઈએ, સંપૂર્ણ નહી અડધી જે મને યોગ્ય લાગે છે. તેમણે કહ્યુ કે ભારતમાં આ પ્રકારનો કાયદો નથી પણ આવો નિયમ અહી પણ બનવો જોઈએ. 
 
સૈમે ઉદાહરણ આપીને બતાવ્યુ કારણ 
સૈમે કહ્યુ કે અમેરિકામાં વારસાગત ટૈક્સ લાગે છે. જો કોઈની પાસે 100 મિલિયન ડૉલરની સંપત્તિ છે અને જ્યારે તે મરી જાય છે તો તે ફક્ત 45% પોતાના બાળકોને ટ્રાંસફર કરી શકે છે.  55% સરકાર દ્વારા હડપી લેવામાં આવે છે. આ એક રસપ્રદ કાયદો છે. જ્યારે આપણે ધનનુ પુનર્વિતરણ વિશે વાત કરીએ છે તો આપણે નવી નીતિઓ અને નવા કાર્યક્રમો વિશે વાત કરી રહ્યા છે.  જે લોકોના હિતમાં છે ન કે વધુ શ્રીમંતોના હિતમા. 
 
કોંગ્રેસ મૈનિફિસ્ટો પર કરી ચોખવટ 
સૈમ પિત્રોદાએ કોંગ્રેસના મૈનિફેસ્ટો પર ચોખવટ કરતા કહ્યુ કે કોઈના ઘરમાંથી કશુ નહી લેવામાં આવે. પિત્રોદાએ કહ્યુ કે એક નીતિગત મુદ્દો છે. કોંગ્રેસ પાર્ટી એક નીતિ બનાવશે જેના માઘ્યમથી ધન વિતરણ સારુ થશે. પિત્રોદાએ કહ્યુ કે આપણી પાસે ભારતમાં ન્યૂનતમ વેતન નથી. જો અમે દેશમાં ન્યૂનતમ વેતન સાથે આવીએ છીએ અને કહીએ કે તમારે આટલો પૈસો ગરીબો માટે આપવો પડશે તો આ ખોટુ નથી. 
 
શ્રીમંતો માટે કરી આ વાત 
શ્રીમંત લોકો પોતાના પટાવાળા, નોકરો અને ઘરેલુ નોકરોને પુરતુ વેતન આપતા નથી પણ એ પૈસાને દુબઈ અને લંડનમાં રજાઓ ગાળવા પર ખર્ચ કરે છે.  જ્યારે તમે ધનના વિતરણ વિશે વાત કરો છો તો આવુ નથી કે તમે એક ખુરશી પણ બેસો છો અને કહો મારી પાસે આટલા પૈસા છે અને હુ બધાને વહેંચી દઈશ. આવુ વિચારવુ બેવકૂફી છે. 
 
જયરામ રમેશે કરી ચોખવટ 
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સૈમ પિત્રોદાના નિવેદન પર ચોખવટ કરી છે. તેમણે કહ્યુ કે સૈમ દુનિયાભરમાં અનેક લોકો માટે એક ગુરૂ, મિત્ર અને દાર્શનિક અને માર્ગદર્શક રહ્યા છે. લોકતંત્રમાં એક વ્યક્તિ પોતાના વ્યક્તિગત વિચારો પર ચર્ચા કરવા, વ્યક્ત કરવા અને વિવાદ કરવા માટે સ્વતંત્ર છે. તેનો મતલબ એ નથી કે પિત્રોદાના વિચાર હંમેશા કોંગ્રેસની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે.