ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 14 મે 2019 (18:36 IST)

ફોન પર વાત કરવાથી નારાજ પતિએ ગરમ લોખંડથી પત્નીના પ્રાઈવેટ પાર્ટ પર ડામ આપ્યો

એક પતિની હેવાનિયત જાણીને તમે હલી જશો. આ વ્યક્તિએ પોતાની પત્નીને મોબાઈલ પર વાત કરવાની એવી સજા આપી સાંભળીને તમારા રૂવાટા ઉભા થઈ જશે.  આ મામલો ઝારખંડના દેવઘરનો છે.  અહી દેવીપુર પોલી સ્મથકમાં જીતપુર મટકિયા ગામમાં અસહદ અંસારી નામના એક વ્યક્તિએ પોતાની પત્નીના શરીરને ગરમ લોખંડની રોડથી દાગ આપ્યો.  ગયા મંગળવારે અસહદ અંસારીની પત્ની ઘરમાં ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. ફોન પર યુવતીને વાત કરતી જોઈ તેના પતિ અને સાસરિયાવાળા અચાનક ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ છે. 
 
યુવતીનો આરોપ છે કે ગુસ્સામાં આવીને તેના પતિ અસહદ અંસારી અને તેના માતા-પિતાએ પહેલા તેની સાથે મારપીટ કરી અને પછી તેને અસહનીય યાતનાઓ આપી. મહિલાનો આરોપ છે કે આ બધાએ મળી દોરડીથી તેના હાથ પગ બાંધી દીધા. ત્યારબાદ લોખંડનો રોડ ગરમ કરી તેના શરીરને દાગ આપ્યો અને તેના પ્રાઈવેટ પાર્ટ પર પણ ગંભીર જખમ આપ્યા. એટલુ જ નહી જ્યારે આ શારીરિક પ્રતાડનાથી તેની ચીસો નીકલે એતો ઘરના લોકોએ તેના મોઢામાં કપડુ ઠુંસી દીધુ. 
 
આ મામલે ગયા રવિવારે મહિલાએ પોતાના પિતા સાથે જઈને મહિલા પોલીસ મથકમાં કેસ  નોંધાવ્યો. મહિલાએ પોતાના પતિ અને સાસરિયાના અન્ય સભ્યો પર તેને પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો છે.  પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ વર્શ 2011માં મહિલાના લગ્ન જિતપુર મટકિયાના રહેનારા ગુલામ રસૂલના પુત્ર અસહદ અંસારી સાથે થયા હતા. 
 
મહિલાનો આરોપ છે કે લગ્ન પછી તેના પતિ સાસુ સસરા અને દિયર મોટેભાગે તેને પ્રતાડિત કરતા હતા અને તેની સાથે મારપીટ પણ કરતા હતા. 7 મેના રોજ જ્યારે તેની સાથે હેવાનિયત કરવામાં આવી ત્યારે આ દરિદગી પછી તેને ઘરના એક રૂમમાં બંધ કરી દેવામાંઆવી. સાસરીવાળાએ ધમકી આપી હતી કે આ વાત તે કોઈને ન બતાવે.   જ્યારે રવિવારે મહિલાના પિતા તેના સાસરિયે પહોંચ્યા ત્યારે તેણે આ મામલાની માહિતી આપી અને દેવઘર પોલીસ મથક જઈને રિપોર્ટ નોંધાવી.