ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 20 માર્ચ 2022 (14:02 IST)

ખતરનાક તોફાન ત્રાટકવાનો ખતરો

ખતરનાક તોફાન ત્રાટકવાનો ખતરો- ચક્રવાત આસની ત્રાટકવાની તૈયારી- ચક્રવાતી તોફાન 'આસની' અંડમાન અને નિકોબાર દ્વીપ સમુહ પર પહોંચવાના અનુમાનની સાથે સાથે, પ્રશાસન દ્વિપસમૂહની સ્થિતિને પહોંચી વળવા જરૂરી વ્યવસ્થા કરી રહ્યું છે
 
અંડમાન અને નિકોબાર દ્વિપ સમૂહ પ્રશાસને ફોરશોર સેક્ટરમાં જહાજોને નિર્ધારિત નોકાયાન રદ કર્યું છે અને યાત્રિઓ માટે હેલ્પલાઈન નંબર 03192-245555/232714 અને ટોલ ફ્રી નંબર – 1-800-345-2714 જાહેર કર્યો છે. 
 
હવામાન વિભાગે 20 માર્ચના રોજ મોટા ભાગની જગ્યા પર હળવાથી મધ્યમ વરસાદ અને ગરજ સાથે છૂટાછવાયો વરસાદ પડવાની પણ ચેતવણી આપી છે. વિભાગે અમુક સ્થાન પર ભારેથી અતિ ભારે વરસાદ અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં અલગ અલગ સ્થાન પર વધારે વરસાદની શક્યતા વર્તાવી છે. વિભાગે તમામ માછીમારોને અંડમાન સાગર અને તેનાથી અડીને આવેલા પૂર્વ બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે.