રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 17 ઑગસ્ટ 2019 (18:23 IST)

AIIMS ઈમરજેંસી વોર્ડ પાસે આગ, ફાયર બિગ્રેડની 34 ગાડીઓ ઘટના સ્થળ પર, આગ પર કાબુ

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)મા શનિવારે સાંજે આગ લાગવાથી દોડધામ મચી ગઈ. એવુ કહેવાય રહ્યુ છેકે આગ ઈમરજેંસી વોર્ડની પાસે પીસી બ્લોકના બીજા માળ પર લાગી.  સામાન્ય રીતે અહી દર્દી હાજર હોતા નથી. જો કે ત્યારબાદ તત્કાલિન સેવાઓ તરત જ બંધ કરવામાં આવી. અગ્નિશમનની 34 ગાડી ઓ આગ પર કાબુ મેળવવાની કોશિશમાં લાગી છે. આગ પર લગભગ કાબુ મેળવી લેવાયો છે.  સૂત્રોના જણાવ્યા મુજબ આગ લાગવાનુ કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. 

રિપોર્ટ મુજબ એમ્સના બીજા ફ્લોર પર આવેલ પીસી બ્લોકમાં આગ લાગી છે. ઉલ્લેખનીય છે કે એમ્સ માત્ર દિલ્હી જ નહીં પણ સંપૂર્ણ દેશમાં જાણીતી હોસ્પિટલ છે. સૌથી ખાસ વાત એ છે કે હાલ પૂર્વ કેન્દ્રીય મંત્ર અરૂણ જેટલી ખરાબ સ્વાસ્થ્યને પગલે સારવાર માટે એમ્સમાં દાખલ છે. તેથી ત્યાં રાષ્ટ્રપતિ, પીએમ સહિત કેટલાક કેન્દ્રીય નેતાઓ અને અન્ય વીવીઆઈપીની અવર-જવર સતત ચાલું છે. આવી પરિસ્થિતિમાં ત્યાં આગ લાગવી પ્રશાસન માટે મોટો પડકાર છે.