રવિવાર, 25 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (15:29 IST)

Delhi School Closes- દિલ્હીમાં શાળાઓ ફરીથી લૉક

વાયુ પ્રદૂષણને જોતાં સરકારે તાત્કાલિક શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા છે જે શુક્રવારથી જ લાગુ થશે. છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં સતત પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને ફટકાર લગાવી હતી અને પગલાં ભરવા માટે આદેશ આપ્યા હતા. 
 
સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ એનવી રમન્નાએ દિલ્હી સરકાર તરફથી હાજર વકીલ અભિષેક મનુ સિંઘવીને કહ્યું,દિલ્હી તરફથી કોણ હાજર થઈ રહ્યું છે? સિંધવી અમે તમારા નિવેદનોને ગંભીરતાથી લીધા છે. તમે અનેક દાવા કર્યા છે. તમે કહ્યું છે કે તમે સ્કૂલ બંધ કરી દીધા છે. પરંતુ તમામ સ્કૂલ બંધ નથી. 3થી 4 વર્ષના બાળકો સ્કૂલે જઈ રહ્યા છે.