ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 6 ફેબ્રુઆરી 2019 (12:12 IST)

ડોક્ટરને ડ્રાઈવરની પત્ની સાથે થયો પ્રેમ.. આપ્યો આ ખતરનકા અંજામ !!

ડ્રાઈવરની પત્નીના પ્રેમમાં પડેલા ડોક્ટરે ડ્રાઈવર સાથે જે હેવાનિયત કરી છે જે કદાચ કોઈ ખૂંખાર અપરાધી પણ ન કરી શકે. 58 વર્ષીય આરોપી ડોક્ટર સુનીલ મંત્રીએ ડ્રાઈવરની હત્યા કરવા ઉપરાંત તેની લાશના નાના-નાના ટુકડા કરીને તેને એસિડ ભરેલા ડ્રમમાં નાખી દીધા. પોલીસના ખુલાસા મુજબ આરોપી ડોક્ટરને આવુ કરવાનો આઈડિયા ઓનલાઈન ટીવી શો બ્રેકિંગ બૈડને જોઈને આવ્યો હતો. 
 
ઘટના મધ્યપ્રદેશના હ્લોશંગાબાદના આનંદ નગરની છે. ડ્રાઈવરની હત્યા કરવાના આરોપી ડોક્ટરે ડ્રાઈવર વીરેન્દ્ર ઉર્ફ બીરુ પચૌરી (30)ની હત્યાનો ગુન્હો કબૂલ કરી લીધો છે. પોલીસ મુજબ ડોક્ટરના ડ્રાઈવરની પત્ની સાથે શારીરિક સંબંધ હતા. જેમા ડ્રાઈવર અવરોધ બની રહ્યો હતો. ડ્રાઈવરની પત્ની પણ ઈચ્છતી હતી કે બંનેના પ્રેમમાં અવરોધ બની રહેલ તેના પતિને રસ્તામાં હટાવી દેવો જોઈએ. આરોપીએ જણાવ્યુ કે લાશના ટુકડાને તેજાબથી ભરેલા ડ્રમમાં એ માટે નાખ્યા જેથી તેનુ શરીર ઓગળી જાય અને હત્યા વિશે કોઈને ખબર ન પડે. 
 
લાશના કર્યા 25 ટુકડા.
 
ડોક્ટરે જ્યારે લાશના ટુકડાને તેજાબથી ભરેલા ડ્રમમાં નાખી રહ્યો હતો એ સમયે પોલીસે તેને રંગે હાથ પકડી લીધો. ઉલ્લેખનીય છે કે આરોપી ડોક્ટર જ્યારે લાશના ટુકડાને ડ્રમમાં નાખી રહ્યો હતો ત્યારે પડોશીઓએ પણ તેમને જોયો. પડોશીઓને કંઈક ખોટુ હોવાનુ શક થયો તો તેમને આ અંગેની સૂચના પોલીસને આપી. પોલીસ તત્કાલ ઘટના સ્થળ પર પહોંચી અને ડોક્ટરને રંગે હાથે પકડી લીધો. પોલીસે જોયુ કે ડોકટરે ડ્રાઈવરની લાશને લગભગ 25 ટુકડામાં કાપ્યુ હતુ. 
 
પોલીસે જણાવ્યુ કે આરોપી ડોક્ટર ઈટારસીના સરકારી દવાખાનામાં કાર્યરત છે. ઘણા સમય પહેલાથી તે વિધુર છે અને હવે હોશંગાબાદમાં એકલો રહી રહ્યો હતો.