સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 30 ડિસેમ્બર 2021 (12:20 IST)

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી Live - ચૂંટણી પંચની પ્રેસ કોંફ્રેંસ, 5 રાજ્યોમાં થનારી ચૂંટણી પર થશે મહત્વનુ એલાન

કોરોનાના વધતા કેસ વચ્ચે ચૂંટણી ટળશે કે ચોક્કસ સમય પર થશે તેના વિશે આજે જાહેરાત થઈ શકે છે. કોરોનાના નવા વૈરિએંટને જોતા ઈલાહાબાદ હાઈકોર્ટે ચૂંટણી પંચને સલાહ આપી હતી કે આગામી યૂપી ઈલેક્શન ટાળવામાં આવે અને ચૂંટણી રેલીઓ પર બૈન લાગે. 


કોરોનાના નવા વેરિએન્ટને ધ્યાનમાં રાખીને, ગુરુવારે, અલ્હાબાદ હાઈકોર્ટે ચૂંટણી પંચને સલાહ આપી હતી કે આગામી યુપી ચૂંટણીને સ્થગિત કરવી જોઈએ અને ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ પછી ચૂંટણી પંચે પરિસ્થિતિનો તાગ મેળવીને કોઈ નિર્ણય લેવાનું કહ્યું હતું.

હાઈકોર્ટની અપીલ પછી ચૂંટણી પંચની ટીમે ઉત્તર પ્રદેશની મુલાકાત લીધી હતી. આ મુલાકત દરમિયાન ટીમે બધા પક્ષો સાથે વાત કરીને તેમના વિચાર જાણ્યા હતા.  જો કે ચૂંટણી ટાળવાની શક્યતા ખૂબ ઓછી છે. ચૂંટણી પંચ કડક ગાઈડલાઈન સાથે મતદાનની તારીખોનુ એલાન કરી શકે છે. રેલીઓ પર રોક લાગી શકેછે. તેના સ્થાન પર ડિઝિટલ રેલીઓને અનુમતિ આપી શકાય છે.  યૂપી અને પંજાબ જેવા મોટા રાજ્યોમાં મતદાનન ચરણોની સંખ્યા વધારી શકાય છે. જેથી ભીડ એકત્ર ન થાય.