બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 23 ઑગસ્ટ 2023 (00:24 IST)

Sachin Tendulkar: સચિન તેંડુલકરને મળ્યું આ ખાસ સન્માન, ચૂંટણી પંચે કરી મોટી જાહેરાત

sachine tendulkar
sachine tendulkar
National Icon સચિન તેંડુલકરે ક્રિકેટની દુનિયામાં દરેક મોટા રેકોર્ડ પોતાને નામે કર્યા છે. તેમને ક્રિકેટનાં ભગવાન કહેવામાં આવે છે. હવે સચિન પોતાની સિદ્ધિઓના સિંહાસનમાં વધુ એક હીરો  ઉમેરવા જઈ રહ્યા છે. ભારતના ચૂંટણી પંચે તેમને 'નેશનલ આઈકન'નું બિરુદ આપવાની જાહેરાત કરી છે. ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા માટે આવું કરવામાં આવ્યું છે.

 
સચિનને ​​આ  મળશે ખાસ સન્માન
ક્રિકેટના દિગ્ગજ અને ભારત રત્ન પુરસ્કાર વિજેતા સચિન તેંડુલકર મતદાર જાગૃતિ અને શિક્ષણ માટે 'રાષ્ટ્રીય આઇકોન' તરીકે નવી ઇનિંગ શરૂ કરશે, એમ ભારતના ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું હતું. સચિન દિલ્હીમાં ઓલ ઈન્ડિયા રેડિયોના રંગ ભવનમાં ચૂંટણી પંચ સાથે ત્રણ વર્ષ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરશે. યુવાનોમાં સચિન માટે ઘણો ક્રેઝ છે. 2024ની લોકસભા ચૂંટણીમાં યુવાનોની ભાગીદારી વધારવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું હશે.
 
24 વર્ષની લાંબુ કરિયર  
સચિન તેંડુલકર કરોડો યુવા ખેલાડીઓ માટે રોલ મોડેલ છે અને તેમણે 24 વર્ષ દેશની સેવા કરી છે. ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિનના નામે છે. તેમણે પોતાની બેટિંગથી ક્રિકેટ જગતમાં નવા રેકોર્ડ બનાવ્યા છે. તેઓ  ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનારા  ખેલાડી છે.

ટીમ ઈન્ડિયાને જીતાડી અનેક  મેચ 
સચિન તેંડુલકરે વર્ષ 1992 થી 2011 સુધી ભારતીય ટીમ માટે સતત 6 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. વર્ષ 2011માં તેમણે ભારતીય ટીમને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સચિને ભારત માટે 200 ટેસ્ટ મેચમાં 15921 રન અને 463 વનડેમાં 18426 રન બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિન એકમાત્ર એવા ખેલાડી છે જેમણે 100થી વધુ સદી ફટકારી છે.