ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 16 નવેમ્બર 2023 (10:03 IST)

12 કલાકમાં 2 ટ્રેનોમાં લાગી આગ

યુપીના ઈટાવામાં 12 કલાકમાં બીજી મોટી ટ્રેન દુર્ઘટના થઈ છે. અહીં બિહાર જતી વૈશાલી એક્સપ્રેસમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 19 મુસાફરો ઘાયલ થયા હતા. તમામ મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રેનમાં આગ કેવી રીતે લાગી તે હાલ જાણી શકાયું નથી. કેસની તપાસ ચાલી રહી છે.
 
ઈટાવાના સરાય ભૂપત સ્ટેશન પાસે ભીષણ આગનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. ફાયર એન્જિનોએ આગ ઓલવવાની કાર્યવાહી શરૂ કરી હતી. આગ વધુ પ્રસરે નહીં તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
 
સરાય ભૂપત રેલવે સ્ટેશન પાસે ટ્રેનની S-1 બોગીમાં આગ લાગી હતી. આગ જોતા જ મુસાફરો બોગીમાંથી કૂદી પડ્યા હતા. જેમાં 8 મુસાફરોને ઈજા થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તહેવારોને કારણે આ સમયે ટ્રેનમાં ભારે ભીડ જોવા મળે છે.
 
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગની ઘટના અંગેની માહિતી ફાયર બ્રિગેડની ટીમને આપવામાં આવી હતી. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બોગીમાં લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
 
સુરેન્દ્રનગરમાં હોર્ટ એટેકથી ગત 24 કલાકમાં 3ના મોત થયા છે. રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાની વિગતો સામે આવી છે. પૂ. પરમપ્રકાશ સ્વામીના નિધનથી ભક્તોમાં શોકનો માહોલ છવાયો છે. અત્રે જણાવીએ કે, સુરેન્દ્રનગરમાં ગઈકાલે દિવસમાં હાર્ટ એટેકથી 3 લોકોએ જીવ ગુમાવ્યો છે.