1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 16 નવેમ્બર 2023 (09:05 IST)

રખડતું કૂતરું કરડી જાય તો મળશે રૂ.10 હજાર: હાઇકોર્ટેનો આદેશ

રખડતું કૂતરું કરડી જાય તો મળશે રૂ.10 હજાર: હાઇકોર્ટેનો આદેશ- હરિયાણા અને પંજાબ હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે. કોર્ટે કુલ 193 કેસની સુનાવણી કરી હતી. જો કોઈ રખડતું કૂતરું કોઈને કરડે તો દરેક દાંતના નિશાન માટે સરકારે 10,000 રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. હરિયાણા અને પંજાબ હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે.
 
હરિયાણા અને પંજાબ હાઈકોર્ટે રખડતા કૂતરા કરડવાથી સંબંધિત ઘટનાઓમાં સરકારને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. વળતરની રકમ પીડિતને ચાર મહિનામાં આપવામાં આવશે. હાઈકોર્ટે રાજ્ય સરકારને માર્ગદર્શિકા જારી કરવાનો આદેશ આપ્યો છે.
 
જો કોઈ રખડતું કૂતરું કોઈને કરડે તો દરેક દાંતના નિશાન માટે સરકારે 10,000 રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. હરિયાણા અને પંજાબ હાઈકોર્ટે મંગળવારે આ આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે જો 0.2 સેમી માંસ પણ બહાર આવી જાય તો ઓછામાં ઓછું 20,000 રૂપિયાનું વળતર આપવું જોઈએ. રખડતા કૂતરાઓના હુમલા સંબંધિત 193 કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ આદેશ આપ્યો હતો