રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 8 ઑક્ટોબર 2018 (15:42 IST)

પિતાની આત્માને કાઢવા પુત્રએ માતાની હત્યા કરી !!

મુંબઈમાં ફેશન ડિઝાઈનર સુનીતા સિંહ (49) ની હત્યા મામલે તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં પુત્રએ અનેક મોટા ખુલાસા કર્યા છે. મૉડલ પુત્રનુ કહેવ છે કે તે પોતાની માતાને મારવા નહોતો માંગતો પણ તે તો પોતાના પિતાની આત્માને માતાની અંદરથી કાઢવા માંગતો હતો. મુંબઈના લોખંડવાલા સ્થિત ફ્લેટમાં 4 ઓક્ટોબરન રોજ સુનિતાની હત્યા કરવામાં આવી હતી. 
 
આરોપી પુત્ર લક્ષ્યએ પોલીસને જણાવ્યુ કે તેની માતાની અંદર જ્યારે તેના પિતાની આત્મ આવતી હતી તો તે અજીબ હરકતો કરતી હતી.  તે પૈસાથી લઈને નશા સુધીની માંગણી કરતી હતી. સૂત્રો મુજબ આરોપી પુત્રએ પોલીસને એ પણ જણાવ્યુ કે તેની માતા આત્મા આવ્યા પછી તેના પર સંબંધ બનાવવાનુ દબાણ બનાવતી હતી. ના પાડે તો તે તેની સાથે લડાઈ કરતી હતી. 
 
લક્ષ્યએ આગળ જણાવ્યુ કે બુધવારે જ્યારે તે પોતાના મિત્ર નિખિલ અને મહિલા મિત્ર સાથે પાર્ટી કરી રહ્યો હતો તો તેની માતા ત્યા નશાની હાલતમાં આવી ગઈ અને ઉલ્ટી સીધી હરકતો કરવા માંડી.  ઉલ્લેખનીય છે કે ઓશિવારા પોલીસ નિખિલ અને લક્ષ્યની મહિલા મિત્રને સરકારી સાક્ષી બનાવીને પૂછપરછ કરી રહી છે.  પોલીસનુ કહેવુ છ એકે લક્ષ્યના મિત્રો પણ નશો કરે છે.  એ જ દિવસે તે એક બાબાને પણ મળ્યો હતો. જેની શોધ પોલીસ કરી રહી છે. સાથે જ તેણે પોતાની માતાને મારઝૂડ કરી અને તેને બાથરૂમમાં બંધ કરીને દીધી અને ત્યાથી ચાલ્યો ગયો હતો. 
 
સુનીતાની પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણ થઈ છે કે તેના ચેહરા અને ગરદન પર ગંભીર રૂપે માર પડેલો છે જેને કારણે તેનુ મોત થયુ. લક્ષ્યએ પૂછપરછમાં એ પણ જણાવ્યુ કે જ્યારે સાંજે 8 વાગ્યે તે ઘરે પહોંચ્યો તો તેણે જોયુ કે તેની માતા બાથરૂમમાં બેહોશ પડી હતી. ત્યારબાદ તેણે પોતાના મિત્રને પણ ફોન કર્યો અને આ વિશે જણાવ્યુ. જ્યારે તેણે તેની માતાને હોસ્પિટલ પહોંચાડવા માટે એંબુલેંસ બોલાવી ત્યા સુધી તેમનુ મોત થઈ ચુક્યુ હતુ. 
 
પોલીસનુ કહેવુ છે કે લક્ષ્યને જે સમયે ધરપકડ કરવામાં આવ્યો એ સમયે તે નશાની હાલતમાં હતો. તે એસ્ટૉરાયડ નામનુ ડ્રગ્સ લે છે. જેને ફક્ત જીમ જનારા અને સેક્સ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.  લક્ષ્ય વિરુદ્ધ આઈપીસીની ધારા 304 હેઠળ મામલો  નોંધવામાં આવ્યો છે. આ સમયે તે પોલીસની ધરપકડમા છે.