1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (16:50 IST)

કર્ણાટકના પૂર્વ CM બીએસ યેદિયુરપ્પાની પૌત્રીએ કરી આત્મહત્યા, એપાર્ટમેંટમાં મળી લાશ

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની નાતિન સૌદર્યાની બેંગલુરુના એક ખાનગી એપાર્ટમેંટમાં લાશ મળી છે. સૌંદર્યા યેદિયુરપ્પાની બીજી પુત્રી પદ્માવતીની પુત્રી હતી અત્યાર સુધી મળતી માહિતી મુજબ સૌદર્યાના આત્મહત્યાના રિપોર્ટ્સ અનુસાર, તે પ્રેગ્નન્સી પછી ડિપ્રેશનમાં રહેતી હતી. સૌંદર્યાનો મૃતદેહ તેમના એપાર્ટમેન્ટમાં લટકતો મળી આવ્યો હતો. તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યા ડોક્ટર્સે તેમને મૃત જાહેર કરી દીધી. હાલ બૉરિંગ એંડ લેડી કર્જન હોસ્પિટલમાં તેમનુ પોસ્ટમોર્ટમ ચાલી રહ્યુ છે. 

 
સૌંદર્યા 30 વર્ષની હતી. તે બેંગલુરુની એમએસ રામૈયા હોસ્પિટલમાં ડોક્ટર હતી. તે તેના પતિ અને છ મહિનાના બાળક સાથે માઉન્ટ કાર્મેલ કોલેજ પાસેના એક મોંઘા એપાર્ટમેન્ટમાં રહેતી હતી. તેના પતિ પણ વ્યવસાયે ડોક્ટર છે.
 
સીએમ બોમ્મઈ કેબિનેટ સાથીદારો સાથે હોસ્પિટલ પહોંચ્યા
 
સૌંદર્યા યેદિયુરપ્પાની પ્રથમ પુત્રી પદ્માની પુત્રી હતી, જે પરિવારમાં સૌથી મોટી છે. આ સમાચારથી તેમના પરિવાર અને રાજ્ય ભાજપને આંચકો લાગ્યો છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ તેમના કેબિનેટ સાથીદારો સાથે ભાજપના દિગ્ગજ નેતાને સાંત્વના આપવા હોસ્પિટલ પહોંચ્યા છે.
 
આ ઘટનાથી વાકેફ એક વ્યક્તિએ જણાવ્યું કે સૌંદર્યાનું મૃત્યુ આત્મહત્યાથી થયું છે. તેણે એમ પણ કહ્યું કે અમને હજુ સુધી સૌંદર્યાના પગલા પાછળનું કારણ ખબર નથી. જો કે હજુ સુધી તેમના મૃત્યુના કારણ વિશે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.