ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 13 જાન્યુઆરી 2023 (08:32 IST)

જેડીયુના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનું નિધન, વડા પ્રધાને દુખ વ્યક્ત કર્યું

જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)ના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું ગુરુગ્રામની ફોર્ટિસ હૉસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 75 વર્ષના હતા.
 
શરદ યાદવનાં પુત્રી અને કૉંગ્રેસ નેતા સુભાષિની શરદ યાદવે ટ્વીટ કરીને તેમના નિધનની માહિતી આપી છે.
 
યાદવ 1989માં વીપી સિંહની સરકારમાં મંત્રી હતા. તેમણે 90ના દશકના અંતમાં અટલ બિહારી વાજયેપીના નેતૃત્વવાળી સરકારમાં પણ મંત્રી તરીકે કાર્ય કર્યું.
 
શરદ યાદવ એક પ્રમુખ સમાજવાદી નેતા હતા, જે 70 દશકમાં કૉંગ્રેસ સામે મોરચો માંડીને ચર્ચામાં આવ્યા હતા અને દશકો સુધી રાજકારણમાં પોતાની મહત્ત્વની ઉપસ્થિતિ દર્શાવી હતી.
 
જોકે છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ તબિયતને લીધે રાજનીતિમાં સક્રિય નહોતા.