સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 12 જાન્યુઆરી 2023 (15:11 IST)

Viral Video - બાઈક પરથી પડી ગયા મા-બાપ, અડધો કિમી. સુધી આમ જ બેસી રહ્યો બાળક અને પછી...

accident
Couple Fell Dwon From Bike:  આમ તો રોડ પર થતા અનેક અકસ્માતોના વીડિયો સામે આવે છે. પરંતુ એક એવો વિડિયો સામે આવ્યો છે જે કદાચ દર્શકોને ચોંકાવી દેશે.  આ વીડિયોમાં એક બાઇક સવાર કપલ અચાનક પડી જાય છે. પરંતુ બાઇકની આગળ બેઠેલી બાળકી બાઈક સાથે અડધો કિલોમીટર આગળ જતી રહે છે. પછી જે થયું તે કોઈ ચમત્કારથી ઓછું નથી.

કારના ડેશબોર્ડ કેમેરામાં થયુ રેકોર્ડ 
 
ઉલ્લેખનીય છે કે આ વીડિયોને યૂઝરે ટ્વિટર પર શેયર કર્યો છે.  આ વીડિયો રોડ પર ચાલી રહેલી એક કારના ડેશબોર્ડ કેમરામાં રેકોર્ડ થયો છે. તેમા દેખાય રહ્યુ છે કે એક વ્યસ્ત રોડ પર એક  બાઈક દોડી રહી છે. એ બાઈક પર એક કપલ અને આગળ એક બાળક બેસેલુ છે.  આ દરમિયાન એક સ્કુટે સાથે સાધારણ ટક્કર પછી બાઈક પર બેસેલુ કપલ પોતાનુ સમતુલન ગુમાવી દે છે અને બંને પડી જાય છે. 
 
બાળક બિલકુલ સીધી રેખામાં બાઈક સાથે 
તેમના પડવા છતા પણ બેસેલુ બાળક બિલકુલ હલતુ નથી અને સીધ્યો ચાલ્યો જાય છે. આ બાજુ માતા-પિતા જે પડી જાય છે તેઓ પણ સુરક્ષિત રહે છે  પરંતુ બીજીબાજુ બાળક સીધી રેખામાં બાઈક સાથે ચાલ્યુ જઈ રહ્યુ છે. આશ્ચર્યની વાત છે કે બાઈકની બંને બાજુ માર્ગ પર ટ્રક અને કારો ચાલી રહી છે. આ બધા વચ્ચે બાઈક સીધી રેખામાં જઈ રહી હોય છે. 
 
બાઈક આપમેળે જ ધીમી થઈ જાય છે 
કહેવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે. આગળ જઈને બાઈક આપમેળે જ ધીમી પડી જાય છે અને એક ડિવાઈડર પર રોકાય જાય છે અને બાળક ડિવાઈડર પર બનેલી ઘાસ પર જઈને પડે છે. એક બાજુ બાળકના માબાપ સુરક્ષિત રહે છે તો બીજી બાજુ બાળક જે પડી જાય છે એ પણ સેફ  રહે છે. ત્યારબાદ ભીડ એકત્ર થાય છે અને બાળકને ઉઠાવી લે છે. આ વીડિયો જૂન બતાવાય રહ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે.