બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 4 માર્ચ 2017 (00:05 IST)

રેપના આરોપી અને અખિલેશ સરકારમાં મંત્રી ગાયત્રી પ્રજાપતિ ફરાર

રેપના આરોપી અને  અખિલેશ સરકારમાં મંત્રી ગાયત્રી પ્રજાપતિ પર પોલીસનો સકંજો વધુ મજબૂત થયો છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી ગાયત્રી અને અન્ય 6 લોકો વિરુદ્ધ ગેંગરેપનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગાયત્રી અમેઠીમાં 5માં ચરણમાં મત આપીને ગાયબ થઈ ગયા છે અને પોલીસ તેને શોધી રહી છે. ઈમિગ્રેશન અને અન્ય વિભાગોને એલર્ટ આપવામાં આવ્યા છે. ગાયત્રી પ્રજાપતિ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે.

અખિલેશ યાદવે વરિષ્ઠ પત્રકાર શેખર ગૃપ્તાના શો વોક ધ ટોકમાં કહ્યું કે ગાયત્રી પ્રજાપતિ ઝડપથી સરેંડર કરે. રાજ્ય સરકાર અને પોલીસ ગાયત્રી પ્રજાપતિને પકડવામાં સુપ્રીમ કોર્ટની તમામ મદદ કરશે.  અખિલેશે શુક્રવારે એમ પણ કહ્યું હતું કે ગુજરાતમાં કચ્છમાં યુવતી સાથે થયેલા બળાત્કારની ઘટનામાં પણ મોદી થોડુંધ્યાન આપે. મોદીના દરેક ભાષણમાં મહિલા અંગે મુદ્દો હોય છે. ગુજરાતની દીકરી પર થયેલા અત્યાચાર અંગે પણ થોડું ધ્યાન આપે.