મંગળવાર, 8 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 17 મે 2022 (08:22 IST)

જ્ઞાનવાપી મસ્જિદનું વજુખાના જેમાં શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવે છે

Gyanvapi masjid
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે પૂરો થયા બાદ દાવો કરવામાં આવ્યો છે કે પરિસરમાં શિવલિંગ મળ્યું છે. ત્યાર બાદ સ્થાનિક કોર્ટે તે સ્થળને તાત્કાલિક સીલ કરવાનો આદેશ આપ્યો છે. 
મહત્વના પુરાવા: ગત રોજના સર્વે દરમિયાન ટીમે વઝુખાના માટેનું કૃત્રિમ તળાવ પાણીથી ખાલી કરાવ્યું હતું. પાણી હટાવવાની સાથે જ તે જગ્યાએથી શિવલિંગ મળી આવ્યું, જેનો વ્યાસ 12.8 ફૂટ અને લંબાઈ ચાર ફૂટ જણાવવામાં આવી રહી છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે આ શિવલિંગ નંદીના મુખથી ઉત્તર દિશામાં 84.3 ફૂટના અંતરે આવેલું છે. તેને જોઈને હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈન સિવિલ જજની કોર્ટમાં પહોંચ્યા.
 
જ્ઞાનવાપી મસ્જિદમાં, આ વઝુખાનામાં શિવલિંગ મળી આવ્યું હોવાનો દાવો કરવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે નંદીથી 84.3 ફૂટના અંતરે છે.