શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 10 ઑક્ટોબર 2023 (08:42 IST)

કર્ણાટક: વિજયનગરમાં ત્રણ વાહનો વચ્ચે જોરદાર ટક્કર, સાત લોકોના કરૂણ મોત

Accident
કર્ણાટકના વિજયનગરમાં એક રોડ અકસ્માતમાં સાત લોકોના કરૂણ મોત થયા છે. મળતી માહિતી મુજબ, વિજયનગરના હોસપેટ પાસે ત્રણ વાહનોની પરસ્પર ટક્કર થઈ ગઈ. માઈનીંગમાં લાગેલી બે ટીપરની લોરી અને ક્રુઝર વચ્ચે જોરદાર ટક્કર થઈ.

 
સૂત્રોના જણાવ્યા મુજબ ક્રુઝરમાં 13 લોકો હતા. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિજયનગરના એસપી શ્રીબાબુએ જણાવ્યું કે ઘાયલોની હાલત ગંભીર છે.