શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 6 જુલાઈ 2018 (15:17 IST)

મહારાષ્ટ્ર - નાગપુરમાં ભારે વરસાદ, વિધાનસભામાં ધુસ્યુ પાણી (જુઓ ફોટા)

વરસાદ ચાલુ છે. નાગપુરમાં શુક્રવારે સવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે. આ કારણે અનેક સ્થાન પર પાણી ભરાય જવાની સમસ્યા સામે આવી રહી છે.  એટલુ જ નહી નાગપુર વિધાનસભાની અંદર પણ પાણી ભરાય ગયુ છે.  વિધાનસભાની વીજળી ઠપ છે. જે કારણે અધિવેશન રદ્દ થઈ ગયુ. સોમવાર સુધી વિધાનસભા સત્ર ટાળવામાં આવ્યુ છે. 
ઉલ્લેખનીય છે કે નાગપુરમાં સવારથી જ વરસાદ થઈ રહ્યો છે. વરસાદ સાથે જ નગર નિગમના દાવાની પોલ પણ ખુલતી જોવા મળી છે. 
એટલુ જ નહી પોશ વિસ્તારમાં પણ પાણી ભરાય ગયા છે. ભારે વરસાદથી વીજળી સેવા ઠપ્પ છે. નાગપુરમાં અનેક પાવર સ્ટેશનમાં પાણી ભરાય ગયુ છે. બીજી બાજુ વિધાનભવનની આસપાસ પણ ભારે વરસાદને કારણે જળબંબાકાર થઈ ગયુ છે.