શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નાંદેડ. , શુક્રવાર, 14 એપ્રિલ 2017 (14:52 IST)

ધારાસભ્યનું વિવાદિત નિવેદન - હેમા માલિની રોજ દારૂ પીએ છે... શુ તેમણે આત્મહત્યા કરી ?

મહારાષ્ટ્રના એક વિપક્ષના ધારાસભ્યએ હેમા માલિની પર એક વિવાદિત નિવેદન આપ્યુ છે. અચલપુર વિધાનસભાના નિર્દલીય ધારાસભ્ય બચ્ચૂ કડુએ બીજેપી સાંસદ અને અભિનેત્રી હેમા માલિની વિશે કહ્યુ કે હેમા માલિની રોજ ખૂબ દારૂ પીવે છે પણ તેણે આત્મહત્યા નહોતી કરી.  એટલુ જ નહી સાંસદે એ પણ કહ્યુ કે 75 ટકા ધારાસભ્ય દારૂ પીવે છે. પત્રકાર દારૂ પીવે છે. 
 
નાંદેડમાં એક પ્રેસ કૉન્ફ્રેસને સંબોધિત કરતા કહ્યુ છે કે 75 ટકા ધારાસભ્ય અને પત્રકાર દારૂ પીવે છે. હેમા માલિની પણ રોજ પીવે છે પણ તેમને તો આત્મહત્યા કરી નથી. અમરાવતીની અચલપુર વિધાનસભામાંથી ધારાસભ્ય કાડૂ આટલેથી જ રોકાયા નહી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પર નિશાન બનાવતા કહ્યુ કે તેમના પુત્રના લગ્નનો ખર્ચ 4 કરોડ રૂપિયા હતો તો શુ આપણે તેમના આત્મહત્યા કરવાની રાહ જોવી જોઈએ ?
 
ભાજપા નારાજ 
 
કાડૂના આ નિવેદનને લઈને ભાજપા નારાજ છે. તેનો વિરોધ કરતા ભાજપાએ કહ્યુ છે કે કાડૂનુ આ નિવેદન ફક્ત હેમા મલિનીનીને જ નહી પણ મહિલાઓને બદનામ કરનારુ છે.  ભાજપા મહિલા મોરચાની પ્રીતિ ગાંધીએ કહ્યુ કે હેમા માલિની એક જાણીતી હસ્તી છે અને તેને લઈને આવુ નિવેદન ન આપવુ જોઈએ.  ખેડૂત ફક્ત ખરાબ પાકને કારણે જ આત્મહત્યા નથી કરી રહ્યા પણ તેની પાછળ અનેક બીજા કારણો પણ છે. 
 
ઉલ્લેખનીય છે કે નીતિ આયોગે 2016ના ઓક્ટોબરમાં એક રિપોર્ટ રજુ કરી હતી. તેમા મહારાષ્ટ્રને ખેડૂતો માટે સૌથી સારુ રાજ્ય બતાવ્યુ હતુ. દેશમાં કૃષિ ક્ષેત્રમાં સુધારોના આધાર પર તૈયાર કરવામાં આવેલ નીતિ આયોગના સૂચકાંકમાં મહારાષ્ટ્ર સર્વાધિક કૃષક અનુકૂળ રાજ્ય હતુ. ત્યારબાદ ક્રમશ ગુજરાત અને રાજસ્થાનનુ સ્થાન હતુ.  આવુ પહેલીવાર કરવામાં આવ્યુ હતુ. રિપોર્ટમાં 29માંથી 20 રાજ્યોનું પ્રદર્શન ખરાબ રહ્યુ. જેમા પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, પંજાબ, અસમ, ઝારખંડ, તમિલનાડુ અને જમ્મુ કશ્મીર પણ સામેલ હતા.