Himachal Landslide: હરીદ્વાર હાઈવે પર બસ પર પહાડ પરથી પત્થરો પડતા1 નુ મોત લગભગ 30 મુસાફરો દબાયાની આશંકા
હિમાચલ પ્રદેશના રિકાંગપિઓથી ઉત્તરાખંડના હરિદ્વાર જઈ રહેલી એચઆરટીસીની બસ પત્થરો પડવાને કારણે દુર્ઘટનાનો ભોગ બની. બતાવાય રહ્યુ છે કે આ દુર્ઘટના કિન્નોર જીલ્લા પાસે નિગુલસેરીમાં પર્વત પરથી પત્થરો પડવાને કારણે થઈ. મુખ્યમંત્રીએ જણાવ્યુ કે 50-60 લોકો કાટમાળમાં ફસાયેલા હોઈ શકે છે. એનડીઆરએફ, સેના, પોલીસ અને સ્થાનીક લોકો ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં લાગ્યા છે.
આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે જય રામ ઠાકુર સાથે ફોન પર વાત કરી અને વર્તમાન પરિસ્થિતિ વિશે પૂછ્યું. ગૃહ પ્રધાને ITBP ના ડિરેક્ટર જનરલ સાથે પણ વાત કરી હતી જેથી ફસાયેલા લોકોને બચાવવા માટે પરિસ્થિતિનો તાગ મેળવી શકાય.
NDRF, આર્મી, પોલીસ અને સ્થાનિક લોકો ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે વ્યસ્ત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બસ કિન્નૌર જિલ્લાના મૂરંગ હરિદ્વાર રૂટ પર છે. ડીસી કિન્નૌર આબિદ હુસેન સાદિકે જણાવ્યું હતું કે ટેકરી પરથી ખડકો સતત પડી રહ્યા છે. આને કારણે, બચાવમાં સમસ્યા છે.
હિમાચલ સરકાર તરફથી અત્યાર સુધી એકનું મોત કન્ફર્મ કરવામાં આવ્યું છે, જ્યારે 6 લોકો ઘાયલ છે. આ ઘટનામાં હજી પણ 30 લોકો દબાયા હોવાની શંકા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં બસ ડ્રાઈવર સહિત બે લોકોને બચાવવામાં આવ્યા છે. ડ્રાઈવરના જણાવ્યા પ્રામણે અમુક વાહનો લેન્ડ સ્લાઈડના કારણે સતલુજ નદીમાં પડ્યા છે.