1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 16 સપ્ટેમ્બર 2019 (16:41 IST)

Howdy Modi- શું છે "હાઉડી" શબ્દનો અર્થ, જ્યાં 50 હજાર લોકોની સામે

Howdy Modi
એક વાર ફરીથી અમેરિકામાં પ્રધાનમંત્રીનો ડંકો વાગશે. પીએમ નરેન્દ્ર મોદી અમેરિકામાં 22 સપ્ટેમ્બરને આયોજિત થનાર કાર્યક્રમ હાઉડી મોદીમાં શામેલ થશે. જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ પણ શામેલ થશે. ખાસ વાત આ છે કે આ કાર્યક્રમમાં આશરે 50 હજારથી વધારે લોકો શામેલ થઈ રહ્યા છે. જે પીએમ મોદી સંબોધિત કરશે. આ કાર્યક્રમનો નામ હાઉડી મોદી રાખ્યુ છે. આ હાઉડીનો અર્થ ખાસ છે. 
 
"હાઉડી" Howdy શબ્દનો પ્રયોગ "તમે કેમ છો" માટે કરાય છે. હાઉડીનો અર્થ હોય છે. હાઉ ડૂ યૂ ડૂ (તમે કેમ છો). દક્ષિણ પશ્ચિમ અમેરિકામાં સંબોધન માટે આ શબ્દ પ્રયોગ કરાય છે. જણાવી રહ્યું છે કે પીએમ મોદીની સાથે સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પણ આ કાર્યક્રમને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હ્યૂસ્ટનમાં સામુદાયિક કાર્યક્રમમાં શામેલ થવાનો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનો ફેસલો બન્નેના વચ્ચે ખાસ મિત્રતાને રેખાંકિત કરે છે. 
 
પ્રધાનમંત્રીએ ઘણા ટ્વીટ કર્યા અને કહ્યું કે ભારતીય મૂળના સમૂહ સાથે મળીને કાર્યક્રમમાં ટ્રંપનો સ્વાગત કરવાની રાહ જોઈ રહ્યા છે. કાર્યક્રમ 22 સપ્ટેમબરને હ્યૂસ્ટનમાં આયોજિત થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પણ 22 સપ્ટેમબરને આયોજિત થતા કાર્યક્રમ હાઉડી મોદીમાં શામેલ થશે. જ્યાં પ્રધાનમંત્રી મોદીની સાથે ભારતીય અમેરિકી સમૂહને સંબોધિત કરશે. 
 
પણ ઈતિહાસમાં આ પહેલીવાર થશે જ્યારે બે સૌથી મોટા લોકતંત્રના નેતા એક સંયુક્ત રૈલીને સંબોધિત કરશે. એનઆરજી સ્ટેડિયમમાં થનાર કાર્યક્રમ હાઉડી મોદી શેયર્ડ ડ્રીમ્સ બ્રાઈટ ફ્યૂચર માટે રેકાર્ડ સંખ્યામાં 50,000થી વધારે લોકોના પંજીકરણ કરાવ્યુ છે.