તમે સાંભળ્યુ શુ બોલ્યા રાહુલ ગાંધી ? સત્તામાં આવ્યા તો અનામતની લિમિટ અને 50 ટકાની લિમિટ પણ ક્રોસ કરી દેશે
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનુ એલાન ભલે થયુ ન હોય પણ બધી રાજનીતિક પાર્ટીઓ ચૂંટણીના સ્વેગમાં આવી ગઈ છે. પીએમ મોઈ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી બંને મોટા નેતા શનિવારે મહારાષ્ટ્રમાં હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોલ્હાપુરમાં મોટુ એલાન કરતા કહ્યુ કે જો તેમની પાર્ટી સત્તામાં આવી તો અનામતની સીમા વધારવામાં આવશે. અનામત હાલ 50 ટકાની લિમિટ છે. રાહુલ ગાંધીએ તો તેને ખતમ કરવાની પણ વાત કરી દીધી.
રાહુલે બીજુ વચન એ આપ્યુ કે જાતિગત વસ્તીગણતરી હાથ ધરાશે. સામાજીક આર્થિક સર્વેક્ષણ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે તેઓ ફક્ત વાતો જ નથી કરતા પણ જે કહે છે તે કરે છે. કોલ્હાપુરમાં સંવિઘાન સમ્માન સંમેલનમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે અનામતની 50 ટકાની સીમા વધારવી જોઈએ. આ વાત એક દિવસ પહેલા સાંગલીમાં શરદ પવારે પણ કરી હતી. તેમા સ્પષ્ટ હતુ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ અનામતને મહત્વનો મુદ્દો બનાવવાની છે.
જાતિ જનગણના કોઈ નથી રોકી શકતુ
રાહુલ ગાંધીએ કહ્યુ કે સત્તામાં આવશે તો જાતીય વસ્તીગણતરી કરાવશે. તેમણે કહ્યુ અમે ફક્ત કાસ્ટ સેંસેસની વાત નથી કરતા. કોની કેટલી વસ્તી છે અને આર્થિક રૂપે કોની કેટલી પકડ છે. આ માટે સોશિયલ ઈકોનોમિક સર્વે પણ કરાવવામાં આવશે. હિન્દુસ્તાનના આઈએએસ ક્યા ક્યા બેસ્યા છે અને દલિત પછાત ક્યા બેસ્યા છે તેનો સર્વે કરાવવામાં આવશે. તેને કોઈ તાકત નથી રોકી શકતી. બિલ પાસ થશે અને કાયદો પણ બનશે.
સંવિધાનના મુદ્દા પર પીએમને ધેર્યા
રાહુલ ગાંધીએ કહ્યુ કે પહેલા નરેન્દ્ર મોદી કહેતા હતા 400 પાર. ત્યારબાદ હિન્દુસ્તાનની જનતાએ કહ્યુ કે તેને અડ્યા તો સારુ નહી થાય્ ત્યારબાદ મોદીજીને સંવિઘાન સામે નમતુ લેવુ પડ્યુ. સંવિધાનની રક્ષા કરવાની બે રીત છે. જાતીય વસ્તીગણતરી અને 50 ટકા અનામતની દિવાલ તોડવી. મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો મુદ્દો ખૂબ મહત્વનો છે અને કોંગ્રેસ તેનો ફાયદો ઉઠાવવા માંગે છે.