શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (11:00 IST)

200 ચીની સૈનિકોએ કર્યુ ધુસપેઠની કોશિશ ભારતીય જવાનોએ ઘણાને બનાવ્યુ બંધક

ભારતીય સેનાએ 200 ચીની સૈનિકોને ઉગ્રતાથી પાઠ ભણાવ્યો હતો જેઓ અરુણાચલ પ્રદેશમાં એલએસી પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. LAC પર બે સેનાઓ વચ્ચે અથડામણ કેટલાક કલાકો સુધી ચાલી હતી. ભારતીય સેનાએ આ અથડામણમાં ઘણા ચીની સૈનિકોને બંધક બનાવ્યા હતા.
 
સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત સપ્તાહે અરુણાચલ સેક્ટર પર બંને દેશોના સૈનિકો વચ્ચે ફરી તણાવ વધ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન ચીની સૈનિકોએ ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે કલાકો સુધી તણાવ સર્જાયો હતો.
 
સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, અથડામણ બાદ બંને દેશોના સ્થાનિક કમાન્ડરોએ આગેવાની લીધી હતી અને પરસ્પર વાતચીત બાદ સેનાઓ હાલના પ્રોટોકોલ હેઠળ પાછી ખેંચી લીધી હતી. આ સંઘર્ષમાં કોઈ નુકસાન થયું નથી.
 
અરુણાચલની સાથે ભારત અને ચીન વચ્ચે લદ્દાખ અને ઉત્તરાખંડમાં સરહદી વિવાદ છે. આ વિવાદને ઉકેલવા માટે બંને દેશોના સૈન્ય કમાન્ડરો વચ્ચે 12 રાઉન્ડની વાતચીત થઈ છે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. 13 મી રાઉન્ડની મંત્રણા આગામી સપ્તાહે યોજાવાની છે.