શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 30 એપ્રિલ 2021 (14:08 IST)

ભારત રેમડેસિવિરના 4,50,000 ઇન્જેક્શનની આયાત કરશે, આજે પહોંચશે આટલો જ્થ્થો

ભારત સરકારે દેશમાં રેમડેસિવિરની ખેંચ હળવી કરવા અન્ય દેશોમાંથી આવશ્યક દવા રેમડેસિવિરની આયાત કરવાનું શરૂ કર્યું છે. આજે 75000 ઇન્જેક્શનનું પ્રથમ કન્સાઇન્મેન્ટ ભારત પહોંચી જશે.
 
ભારત સરકારની માલિકીની કંપની એચએલએલ લાઇફકેર લિમિટેડે અમેરિકામાં મેસર્સ જિલીડ સાયન્સિસ ઇન્ક યુએસએ અને ઇજિપ્તની ફાર્મા કંપની મેસર્સ ઇવા ફાર્માને રેમડેસિવિરના 4,50,000 ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. આગામી એકથી બે દિવસમાં જિલીડ સાયન્સિસ ઇન્ક. યુએસએ 75,000થી 1,00,000 ઇન્જેક્શન રવાના કરશે એવી અપેક્ષા છે. 
 
ઉપરાંત 100000 ઇન્જેક્શન 15 મે સુધી કે એ અગાઉ પૂરાં પાડવામાં આવશે. ઇવા ફાર્મા અંદાજે 10,000 ઇન્જેક્શનનો પુરવઠો પૂરો પાડશે, જેમાં શરૂઆતમાં દર 15 દિવસે કે જુલાઈ સુધીમાં 50,000 વાયલ પ્રદાન કરશે.
 
સરકારે દેશમાં રેમડેસિવિરની ઉત્પાદન ક્ષમતા વધારી છે. 27.04.21 સુધી લાઇસન્સ ધરાવતી સાત સ્થાનિક કંપનીઓએ ઉત્પાદન ક્ષમતા દર મહિને 38 લાખથી વધારીને દર મહિને 1.03 કરોડ કરી છે. છેલ્લાં સાત દિવસ (21થી 28 એપ્રિલ, 2021)માં દવા ઉત્પાદક કંપનીઓએ સમગ્ર દેશમાં કુલ 13.73 લાખ ઇન્જેક્શન પૂરા પાડ્યાં છે. 
 
11 એપ્રિલના રોજ રોજિંદો પુરવઠો 67,900 ઇન્જેક્શનનો હતો, જે 28 એપ્રિલ, 2021ના રોજ વધીને 2.09 લાખ ઇન્જેક્શન થયો હતો. ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રેમડેસિવિરના પુરવઠાની સરળ અવરજવર માટે સુવિધા આપવાની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
 
સરકારે ભારતમાં રેમડેસિવિરની નિકાસ વધારવા પર પ્રતિબંદ પણ મૂક્યો છે. લોકોને ઇન્જેક્શન વાજબી દરે મળે એ સુનિશ્ચિત કરવા એનપીપીએએ 17 એપ્રિલ, 2021ના રોજ મહત્તમ છૂટ કિંમતમાં સુધારો જાહેર કર્યો હતો, જતી તમામ મુખ્ય બ્રાન્ડની કિંમત ઇન્જેક્શન દીઠ ઘટીને રૂ. 3500 થઈ છે.
 
રેમડેસિવિરના ઊંચા ઉત્પાદન અને ઉપલબ્ધતાની સુવિધા આપવા મહેસૂલ વિભાગે 20 એપ્રિલના રોજ અધિસૂચના 27/2021-કસ્ટમ્સ દ્વારા 31 ઓક્ટોબર, 2021 સુધી રેમડેસિવિરના ઉત્પાદનમાં ઉપયોગી, એના એપીઆઈ અને બીટા સાયકલોડેક્સટ્રિન પર કસ્ટમ ડ્યુટી માફ કરી છે.
 
રાષ્ટ્રીય સારવાર આચારસંહિતાને એમ્સ/આઇસીએમઆર – કોવિડ-19 નેશનલ ટાસ્ક ફોર્સ/આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સંયુક્ત નિરીક્ષક જૂથ દ્વારા 22.04.2021ના રોજ કોવિડ 19ના પુખ્ત દર્દીઓના વ્યવસ્થાપન માટે નૈદાનિક વ્યવસ્થાપન દ્વારા સુધારવામાં આવી હતી. આ સંશોધિત આચારસંહિતા દવાઓના ન્યાયી અને ઉચિત ઉપયોગને પ્રોત્સાહન આપશે તેમજ માગને તર્કબદ્ધ કરવા પ્રદાન કરશે એવી અપેક્ષા છે.