શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 10 સપ્ટેમ્બર 2018 (15:13 IST)

અનોખી જેલ, જ્યા કેદીઓને ગૃહસ્થી જીવન વસાવવા અને કામ માટે બહાર જવાની આઝાદી

વર્ષો જૂની અંધારી નાનકડી કોઠરીને બદલે બે રૂમનુ નવુ ઘર, જેમા પરિવારની સાથે રહેવાનુ સુખ અને આ સાથે જ દિવસભર બહાર કામ કરવાની સ્વતંત્રતા. આ એ ખુલીજેલની તસ્વીર છે જ્યા સજા મેળવેલ કેદીઓના જીવનમાં સકારાત્મક ફેરફાર લેવાના હેતુથી શરૂ કરવામાં આવે છે  જીલ્લા જેલ પાસે તાજેતરમાં જ શરૂ કરવામં આવેલ ખુલ્લી જેલને સત્તાવાર રૂપે દેવી અહિલ્યાબાઈ ખુલી કોલીની નામ આપવામાં આવ્યુ છે.  હાલ તેમા 10 પરણેલા કેદીઓને સ્વતંત્ર એપાર્ટમેંટ આપવામાં આવ્યા છે.  તેમાથી જ એક એપાર્ટમેંટમાં ભૂપેન્દ્ર સિંહ એ રવિવારે પોતાની ગૃહસ્તી વસાવી છે. 
મધ્યપ્રદેશના શાજાપુર ગામના આ નિવાસીને પારિવારિક વિવાદમાં એક યુવકની હત્યાના આરોપમાં વર્ષ 1996માં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને ઉમંરકેદની સજા સંભળાવી હતી. તેમણે જણાવ્યુ કે ઉમરકેદની મારી સજા પૂરી થવામાં હાલ થોડો સમય બાકી છે પણ ખુલ્લી જેલમાં આવ્યા પછી મને લાગી રહ્યુ છે કે મારી હમણાથી જ મુક્તિ થઈ ગઈ છે.  મને મારા ગુન્હા પર પછતાવો છે અને હવે હુ સામાન્ય નાગરિકની જેમ જીવન વિતાવવા માંગુ છુ. સિંહે જણાવ્યુકે ખુલ્લી જેલમાં રહેવાને કારણે મને બહાર કામ કરવાની સ્વતંત્રતા પણ છે.  તેથી હુ શહેરમાં ચા-નાસ્તાની દુકાન ખોલવાની તૈયારી કરી રહ્યો છુ. 
 
 
ખુલ્લી જેલમાં તેમની પત્ની સીમા પણ તેમની સાથે રહે છે. બે પુત્ર છે જે ઈંદોરની બહાર ભણી રહ્યા છે. આગામી શૈક્ષણિક સત્રથી તેમનુ એડમિશન સ્થાનીક શાળામા કરાવવામાં આવશે જેથી તેઓ પણ પોતાના માતા-પિતા સાથે ખુલ્લી જેલમાં રહી શકે. 
 
 
કેદીઓના મનમાંથી નકારાત્મક વિચાર કાઢવામાં સહાયક 
 
જીલ્લા અને સત્ર ન્યાયાધીશ રાજીવ કુમાર શ્રીવાસ્તવે ખુલ્લી જેલના પ્રયોગની પ્રશંસા કરી છે. તેમણે કહ્યુ કે એવા લોકો જ્યારે સજા દરમિયાન લાંબા સમય સુધી સામાન્ય જેલમાં બંધ રહે છે તો તેમના મનમાં સામાજીક તંત્ર સાથે બગાવત કરવા અને અન્ય નકારાત્મક ભાવનાઓ ઘર કરી જાય છે.  આ લોકોને નકારાત્મક ભાવનાઓથી બચાવીને તેમના સામાજીક આઝાદી માટે ખુલ્લી જેલનો પ્રયોગ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. 
 
સુપ્રીમ કોર્ટાન દિશા-નિર્દેશ હેઠળ પ્રયોગ કરવામાં આવ્યો. 
 
ખુલ્લી જેલ જીલ્લા જેલની સરકારી નજર હેઠળ શરૂ કરવામાં આવી છે.  જીલ્લા જેલની અધીક્ષક અદિતિ ચતુર્વેદીએ જણાવ્યુ કે હાઈકોર્ટ ન્યાયાલયના દિશા-નિર્દેશ મુજબ પ્રદેશમાં ખુલ્લી જેલનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.  આ જેલમાં સારા વર્તનવાલા એ કેદીઓને મુકવામાં આવે છે જેમને ગંભીર અપરાધોમાં ઉંમરકેદની સજા સંભળાવી હોય અને આ દંડન્મો સમય એક બે વર્ષમાં ખતમ થવાની હોય . તેમને જણાવ્યુ કે ખુલ્લી જેલમાં રહેનારા બધા કેદી સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી બહાર કામ કરી શકે છે. પણ આ દરમિયાન તેમને શહેરની સીમા ઓળંગવાની મંજુરી નથી.