જયપુરમાં તેજ ગતિએ આવતી કારે બે સ્થાને અનેક લોકોને કચડ્યા,2 નાં મોત 8 લોકો ઘાયલ
રાજસ્થાનની રાજધાની જયપુરમાં ગતિનો કહેર જોવા મળ્યો. બેકાબૂ કારે બે અલગ અલગ જગ્યાએ લોકોને કચડી નાખ્યા. આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા, જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કારે પહેલા MI રોડ પર અને પછી માઉન્ટ રોડ પર લોકોને કચડી નાખ્યા. કારની ગતિ વધુ હોવાથી લોકોને બચવાનો મોકો મળ્યો નહીં.
ડમ્પરની ટક્કરથી બાઈક સવાર યુવકોનું મોત
બીજી બાજુ ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં, સોમવારે બપોરે એક ઝડપી ડમ્પરે મોટરસાઇકલને ટક્કર મારી, જેમાં સવાર બે યુવાનોના મોત થયા. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં મૃતકોની ઓળખ દીપક (25) અને તેના સંબંધી સંજુ (21) તરીકે થઈ છે. આ અકસ્માત યમુના પુલ પર થયો હતો.
ટક્કર બાદ, મોટરસાઇકલ ટ્રકના આગળના વ્હીલમાં ફસાઈ ગઈ અને ડમ્પર ચાલકે ભાગી જવાના પ્રયાસમાં મોટરસાઇકલને લગભગ 100 મીટર સુધી ખેંચી લીધી. આ દરમિયાન મોટરસાઇકલ સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ઘટના બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
હમીરપુર કોતવાલી ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર (SHO) રાકેશ સિંહે જણાવ્યું હતું કે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ટ્રકના ચેસીસ નંબરના આધારે માલિક અને ડ્રાઇવરને શોધવામાં આવી રહ્યા છે.
પીલીભીતમાં એક બાઇક સવારનું મોત
આ ઉપરાંત, ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લાના ગજરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારની ટક્કરથી બાઇક સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. પોલીસે જણાવ્યું કે અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ રસ્તો બ્લોક કરી દીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે સાંજે ગજરૌલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ધેરામ મદરિયા ગામમાં એક કારે મોટરસાઇકલને ટક્કર મારી હતી, જેમાં મહેન્દ્ર પાલ (42)નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને તેના સાથી ઘનશ્યામ ઘાયલ થયા હતા. અકસ્માત સમયે, પાલ તેના મિત્ર ઘનશ્યામ સાથે શાકભાજી ખરીદવા કલ્યાણપુર નૌગવા બજારમાં જઈ રહ્યો હતો.