ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified સોમવાર, 5 ઑગસ્ટ 2019 (10:52 IST)

'કાશ્મીરમાં કંઈક મોટુ થવાનુ છે' ધારા 144 લાગુ, 40 કંપની CRPF ગોઠવાયા, જાણો ગઈકાલ રાતથી શુ શુ થયુ

કાશ્મીરમાં શુ થઈ રહ્યુ છે ? કાશ્મીર પર શુ મોદી સરકાર કોઈ મોટો નિર્ણય લેવાની છે.  આ બધા સવાલ છે જે દરેકના મનમાં ઉઠી રહ્યા છે. ઘાટીમાં હજારોની સંખ્યામાં વધુ સુરક્ષાબળની ગોઠવણી કરવામાં આવી છે. સાથે જ અનેક રાજનેતાઓને નજરબંધ પણ કરવામાં આવ્યા છે. ફોન બંધ કરી દેવામાં આવ્યા છે. ધારા 144 લાગૂ છે. આવામાં ઘાટી પર દરેક કોઈની નજર છે. જમ્મુ કાશ્મીરમાં આ પ્રકારની પરિસ્થિતિ કારગિલ પછી પહેલીવાર બની રહી છે. કારગિલ સમયે પણ લૈંડલાઈન બંધ નહોતા કરવામાં આવ્યા. પણ આ વખતે તેના પર પણ રોક છે. 
 
 
રવિવારે રાત્રે જમ્મુ કશ્મીરમાં પરિસ્થિતિ ખૂબ ઝડપથી બદલાઈ. આવામાં છેલ્લા 24 કલાકમાં શુ શુ નિર્ણય લેવાયા જાણો આ અપડેટ્સ 
 
1. શ્રીનગર અને જમ્મુમાં સુરક્ષાને ધ્યાનમાં રાખતા ધારા 144 લાગૂ કરવામાં આવી છે. લોકોને ઘરની બહાર જવાની મનાઈ કરવામાં આવી છે. આવામાં લોકોના ગ્રુપમાં એક સાથે બહાર નીકળવા પર પણ રોક લગાડવામાં આવી છે. 
 
2.પુરી ઘાટીમાં મોબાઈલ ઈંટરનેટ પર રોક લગાડવામાં આવી છે. પહેલા ફક્ત મોબાઈલ સેવા રોકવામાં આવી અને ત્યારબાદ લૈડલાઈન સર્વિસ પણ રોકવામાં આવી છે. આવામાં સુરક્ષાબળને હવે સૈટેલાઈટ ફોન આપવામાં આવ્યા છે. જેથી કોઈપણ સ્થિતિને સાચવી શકાય 
3. ફક્ત જમ્મુથી જ CRPF ની 40 કંપનીઓને ગોઠવવામાં આવ્યા છે. આ પહેલા કાશ્મીરમાં જ હજારોની સંખ્યામાં વધુ સુરક્ષાબળ પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યા છે. 
 
4. જમ્મુ કાશ્મીરની બધી શાળા-કોલેજ બંધ કરવામાં આવી છે. 5 ઓગસ્ટના રોજ યૂનિવર્સિટીમાં થનારી પરીક્ષાને પણ આગામી આદેશ સુધી ટાળવામાં આવી છે. 
 
5. ઘાટીમાંથી પર્યટકોને પરત પોતાના ઘરે જવા માટે કહેવામાં આવ્યુ છે. છેલ્લા 24 કલાકમાં 6000થી વધુ મુસાફરોએ કાશ્મીર છોડી દીધુ છે.  સરકારના આદેશ પર એયરલાઈંસ એ પણ પોતાના ભાડામાં વધારો કર્યો નથી. 
 
6. મોડી રાત્રે જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી, પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લા અને સજ્જાદ લોનને નજરબંધ કરવામાં આવ્યા. બંને નેતાઓએ રાત્રે ટ્વીટ કરી ખુદ આ અંગેની માહિતી આપી. બંને નેતા સતત ટ્વીટ કરી અપીલ કરી રહ્યા હતા કે સરકારે સ્પષ્ટ કરવુ જોઈએ કે કાશ્મીરમાં શુ થઈ રહ્યુ છે. 
 
7. રાજકારણીય હલચલ વચ્ચે જ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે મોડી રાત્રે સુરક્ષા વ્યવસ્થા પર મોટી બેઠક બોલાવી હતી.  તેમણે ડીઝીપી, મુખ્ય સચિવ સહિત અન્ય અધિકારીઓને મળીને રાજ્યનો હાલ જાણ્યો હતો. 
8. જમ્મુ-કાશ્મીર પર હલચલ વચ્ચે આજે દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક છે. કૈબિનેટની બેઠક બુધવારે થાય છે.  પણ રાજકારણીય હલચલને જોતા પ્રધાનમંત્રી રહેઠાણ પર થનારી આ બેઠક અનેક દ્રષ્ટિએ મુખ્ય માનવામાં આવી રહી છે. 
 
9. ઘાટીને લઈને સતત સોશિયલ મીડિયા પર અન એક પ્રકારની અફવાઓ ફેલાય રહી છે. આ દરમિયાન સરકાર તરફથી સતત લોકોને કહેવામાં આવી રહ્યુ છે કે આ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે. 
 
10 રાજકારણીય ગલીયારામાં હલચલ તેજ છે કે કેન્દ્ર સરકાર અનુચ્છેદ 35A કે પછી ધારા 370 પર કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. જો કે અત્યાર સુધી સરકાર તરફથી આ વાત પર કોઈનુ નિવેદન આવ્યુ નથી. 
 
આ અંગેની સ્પષ્ટ સ્થિતિનો ખ્યાલ આજે અમિત શાહ સંસદમાં આપવાના છે.