બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ઈન્દોર , મંગળવાર, 11 જૂન 2019 (12:26 IST)

Viral News - ઈન્દોરમાં કૈલાશ વિજયવર્ગીયના સ્વાગતમાં લાગેલા પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ

. ભાજપાની કિસાન આક્રોશ રેલીમાંસ સામેલ થવા માટે આવી રહેલ પાર્ટે મહાસચિવન કૈલાશ વિજયવર્ગીયના સ્વાગતમાં કાર્યકર્તાઓએ એક એવુ પોસ્ટર લગાવ્યુ છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયર્લ થઈ રહ્યુ છે.  
 
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ વિવાદિત પોસ્ટરમાં ભાજપા કાર્યકર્તાઓએ કૈલાશ વિજયવર્ગીયના હાથમાં એક વાઘણ બતાવી છે જેના ચેહરા પર પશ્ચિમ  બંગાલની મુખ્યમંત્રી મમતા બેનર્જીની ફોટો લાગેલી છે. 
 
એયરપોર્ટના રસ્તે લાગેલા આ સ્વાગત હોર્ડિંગમાં કૈલાશ વિજયવર્ગીય હસતા હસતા વાઘણનું ગળુ દબાવતા બતાવાય રહ્યા છે. પોસ્ટર જોઈને આ સહેલાઈથી સમજી શકાય છે કે લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ  બંગાળમાં ભાજપાના સારા પ્રદર્શન પછી ઈન્દોરના ભાજપા કાર્યકર્તાઓમાં જોશ હાઈ પર છે અને તેમણે પોતાના નેતાને બંગાળના ટાઈગર બતાવવાની કોશિશ કરી છે. 
 
આ પહેલા પશ્ચિમ બંગાળમાં ભાજપાની મોટી જીત પછી ઈન્દોરમાં કૈલાશ વિજયવર્ગીયને ટાઈગર બતાવનારા અનેક પોસ્ટર લાગ્યા હતા. પોસ્ટર પર ભાજપા ધારાસભ્ય રમેશ મૈદોલા અને આકાશ વિજયવર્ગીયની પણ ફોટો છે.