શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 9 ડિસેમ્બર 2022 (12:08 IST)

Karnataka News: પારિવારિક વિવાદમાં ગુસ્સે થયેલી માતાએ બે પુત્રીઓને જીવતી સળગાવી, 6 વર્ષની માસુમનુ મોત

કર્ણાટકના કોલાર જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતી એક મહિલાએ પારિવારિક વિવાદના કારણે પોતાની બે દીકરીઓને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં એક પુત્રીનું મોત થયું છે. પોલીસનું કહેવું છે કે મૃતકની ઉંમર માત્ર છ વર્ષની હતી. બીજી પુત્રીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
 
પોલીસના જણાવ્યા અનુસાર મહિલાની ઓળખ જ્યોતિ તરીકે થઈ છે. તે કોલાર જિલ્લાના મુલાબાગીલુમાં રહેતી હતી. એવું સામે આવ્યું છે કે મહિલા પોતાની જાતને પણ આગ લગાડવાની હતી. જોકે, સ્થાનિક લોકોએ તેને અટકાવ્યો હતો. બીજી તરફ, પોલીસે મહિલાને કસ્ટડીમાં લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.