1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 30 ડિસેમ્બર 2016 (14:00 IST)

આલોચના કરતા રહો, જનતા મારી સાથે - મોદી

અઢી વર્ષમાં નિર્ણયો ગરીબોના હિતમાં લીધા 

ભારતીય અર્થવ્યવસ્થા માટે 500 અને 1000 રૂપિયાના નોટ બંધ કરવી એ એક  ગેમચેંજર હતુ. તેના પર વિશેષજ્ઞોનો નિર્ણય આવવો હજુ બાકી છે.  પણ અભિયાનના 50 દિવસ પૂરા થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આલોચનાઓને બાજુ પર મુકી દીધી. મોદીએ કહ્યુ કે આલોચક જે પણ કહે, મને તેની કોઈ પરવા નથી. દેશની જનતા મારી સાથે છે. નોટબંધીમાં મારો કોઈ વ્યક્તિગત લાભ નથી. આ લોકોના હિતમાં છે. તેમણે કહ્યુ કે આ નિર્ણય ગરીબો, નિમ્નજાતિના લોકોના હિતમાં લેવામાં આવ્યો છે. 
 
નીતિ-રણનીતિને એક ટોપલામાં નાખો 
 
મોદીએ કહ્યુ કે નીતિ અને રણનીતિમાં ફરક કરવામાં સક્ષમ થવુ પડશે. બંનેને એક જ ટોપલામાં ન નાખો. 500 અને 100ના નોટ બંધ થવાનો નિર્ણય આપણી નીતિને દર્શાવે છે. આ બિલકુલ અટલ અને સ્પષ્ટ છે. પણ આપણી રણનીતિને જુદી થવાની જરૂર હતી. સંક્ષેપમાં આ જૂની કહેવત ને ચરિતાર્થ કરે છે.. તૂ ડાલ ડાલ મેં પાત પાત. પણ ઈરાદા ઈમાનદાર અને સ્પષ્ટ છે તો પરિણામ સૌને દેખાશે. 
 
ચૂંટણી મૂડમાં રહે છે દેશ 
 
મોદીએ કહ્યુ કે તેઓ નોટબંધી પર બંને સદનમાં બોલવા માંગતા હતા પણ કોંગ્રેસે ચર્ચાને બદલે સદનની કાર્યવાહીને પાટા પરથી ઉતારવાનો ઠોસ પ્રયાસ કર્યો. તેમણે એ પણ કહ્યુ કે વારેઘડીએ ચૂંટણીની આપણી વર્તમાન વ્યવસ્થા ન ફક્ત રાજનીતિક ખર્ચ વધારે છે પણ તેનાથી આપણી અર્થવ્યવસ્થા પર પણ ઘાયલ થાય છે. તેનાથી દેશ હંમેશા ચૂંટણી મુદ્રામાં જ રહે છે. આપણે સતત ચૂંટણી રોકવા માટે પગલા ઉઠાવવા પડશે. હુ સંસદ અને વિધાનસભાની ચૂંટણી સાથે કરાવવાની શકયતાને શોધવા માટે ચૂંટણી પંચની પહેલના વખાણ કરુ છુ.  
 
મનમોહન પર તાક્યુ નિશાન 
 
મોદીએ કહ્યુ કે આ રસપ્રદ છે કે મૉન્યૂમેંટર મિસ મેનેજમેંટ જેવા શબ્દ મનમોહન સિંહ જેવા નેતાની મોઢેથી નીકળે છે. જે દેશના 45 વર્ષની આર્થિક યાત્રામાં જોડાયેલા રહ્યા છે.  તેઓ ડીઈએ સચિવના મુખ્ય આર્થિક સલાહકારથી લઈને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર, યોજના અયોગના ઉપાધ્યક્ષ, દેશના નાણાકીય મંત્રી અને પ્રધાનમંત્રી પણ રહ્યા છે. પણ તેમના સમયમાં સમાજનો એક મોટો ભાગ ગરીબીમા જીવતો રહ્યો છે.