ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 13 નવેમ્બર 2021 (18:10 IST)

મહારાષ્ટ્ર સુરક્ષાદળોનું મોટું ઓપરેશન ચાર નક્સલીને ઠાર

ગઢચિરોલી પોલીસના સી-60 કમાન્ડોએ શનિવારે બપોરે કોટગુલ-ગ્યારાપતી ફોરેસ્ટમાં આઠ નકસલીઓને ઠાર માર્યા હતા. કોટગુલ-ગ્યારાપતી ફોરેસ્ટમાં નકસલીઓ છુપાયો હોવાની બાતમી મળતા સુરક્ષા સાથે પોલીસ સજ્જ થઈ હતી અને ઘેરો ઘાલીને નકસલીઓને આંતર્યા હતા અને ગોળીબારમાં તેમને ઠાર કર્યા હતા. 
 
અધિકારીએ કહ્યું કે પ્રારંભિક સૂચનાના આધાર પર નક્સલીઓએ પોલીસ કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો બાદમાં પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. અત્યાર સુધી અમને સૂચના મળી છે કે ચાર નક્સલીને ઠાર મરાયા છે. અથડામણ હજુ પણ ચાલી રહી છે. 
 
 
આ અથડામણમાં મહારાષ્ટ્ર પોલીસના સી-60 કમાન્ડો સામેલ હતા. ગુરુવારે પોલીસે આ વિસ્તારમાં બે લાખના ઇનામની નક્સલી મંગારુ માંડવીની ધરપકડ કરી હતી. પોલીસના મતે મંગારૂ વિરુદ્ધ હત્યા અને પોલીસ પર હુમલા સહિત અનેક કેસ દાખલ છે.