સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 12 જુલાઈ 2021 (12:54 IST)

જયપુરના આમેર મહલ પર વીજળી ત્રાટકતા સેલ્ફી લેતા ટૂરિસ્ટ ચપેટમાં આવ્યા, 12ના મોત

રાજસ્થાનમાં રવિવારે વીજળી પડવાથી 20 લોક્ના મોત થયા છે. જયપુરના આમેર મહેલના વૉચ ટાવર પર પણ વીજળી પડી અને અહી હાજર ટુરિસ્ટોને પોતાની ચપેટમાં લીધા. માત્ર જયપુરમાં જ 12 લોકોના મોત નોંધવામાં આવ્યા છે.  આમેર મહેલના વૉચ ટાવર પર જીવ ગુમાવનારા મોટાભાગના લોકો સેલ્ફી લઈ રહ્યા હતા.  ત્યારે અચાનક આકાશમાંથી વીજળી પડતા ત્યા હાજર લોકો આસપાસના  ઝાડીઓ પર પડી ગયા.
 
વરસાદી માહોલ સર્જાતાં મોટી સંખ્યામાં લોકો આમેરની પહાડીઓ પર ફરવા નીકળ્યા હતા. અહીં ફોટોગ્રાફી અને સેલ્ફીનો સિલસિલો ચાલી રહ્યો હતો ત્યારે અચાનક વીજળી પડી હતી, જેને કારણે ત્યાં રહેલા અનેક લોકો દાઝી ગયા હતા, જેમાં અનેકની હાલત ગંભીર છે. અનેક લોકો ટાવર પરથી નીચે ઝાડીમાં પડી ગયા હતા. ઝાડીઓમાં પહોંચવું રેસ્ક્યૂ ટીમ માટે મુશ્કેલ છે. જેઓ નીચે પડી ગયા છે, તેમની બચવાની આશા ખૂબ ઓછી હોવાનું જણાવાઈ રહ્યું છે. રાતે આ કામ ખૂબ મુશ્કેલ બની ગયું હતું.
 
સર્ચ એંડ રેસ્ક્યુ ઑપરેશન ચાલૂ છે. મુખ્યમંત્રી અશોક ગહલોતએ મૃત્ય પામેલ લોકોના પરિવાર માટે 5 લાખ રૂપિયાનો વળતરની જાહેરાત કરી છે. ઝાલાવાડના લાલગામમાં તારા સિંહ ગામના 23 વર્ષના ભરવાડની વિજળી પડવાથી ઘટનાસ્થળે જ મોત થઈ  ગયુ. પોલીસે  જણાવ્યુ કે આ ઘટનાથી બે ભેંસોના પણ મોત થયા છે.  
 
રાજસ્થાનના જયપુર, ઝાલાવાડ અને ધોલપુર જિલ્લામાં રવિવારે આકાશીય વિજળી પડવાથી જુદી-જુદી ઘટનાઓમાં સાત બાળકોની સાથે 18 લોકોની મોત થઈ ગઈ. પોલીસએ જણાવ્યુ કે રાજ્યના જુદા-જુદા ગામમાં થઈ ઘટનાઓમાં છ બાળજો સાથે 21 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. રાજધાની જયપુરમાં એક મોટી ત્રાદસીમાં આમેર કિલ્લાની પાસે આકાશીય વિજળી પડવાથી 11 લોકોની મોત થઈ ગઈ જ્યારે આઠ બીજા લોકો ઈજાગ્રત થઈ ગયા. 
 
મૃતકોમાં મોટા ભાગે યુવકો હતા કે કિલ્લાની પાસે પહાડી પર  ખુશનુમા મૌસમનો મજા લેવા ગયા હતા. તેમાંથી કેટલાક લોકો વૉચ ટોવર પર સેલ્ફી લઈ રહ્યા હતા. જ્યારે ઘણા પહાડી પર હાજર હતા. મોડી સાંજે જ્યારે આકાશીય વિજળી પડવાથી વૉચ ટોવર પર હાજર લોકો પડી ગયા. જયપુર પોલીસ આયુક્ત આનંદ શ્રીવાસ્તવએ જણાવ્યુ આકાશીય વિજળી પડવાની ઘટનામાં 11 લોકોની મોત થઈ જ્યારે આઠ લોકો ઈજાગ્રત થઈ ગયા. તેણે જજ્ણાવ્યુ કે ઈજાગ્રસ્ત માટે રાહત અને બચાવ કાર્ય ચાલૂ છે.