LPU માં વિદ્યાર્થીઓનો હિંસક વિરોધ પછી ક્લાસ સસ્પેન્ડ, ઈન્ટરનેટ સેવા બંઘ, CM માન એ સખ્ત કાર્યવાહીનો આપ્યો આદેશ
LPU student protest
પંજાબનાં ફગવાડામાં લવલી પ્રોફેશનલ યૂનિવર્સીટીમાં વિદ્યાર્થીઓનાં હિંસક વિરોધ બાદ LPU એ 28 સપ્ટેમ્બરથી 10 દિવસ માટે રેગુલર ક્લાસ સસ્પેન્ડ કરી દીધી છે. આ ઉપરાંત સમાચાર એ પણ છે કે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી અને તેના આસપાસનાં એરીયામાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.
પંજાબના મુખ્યમંત્રીએ કડક વલણ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના જણાવ્યા અનુસાર, "પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તેમણે ડીજીપી ગૌરવ યાદવને ઘટનાસ્થળની મુલાકાત લેવા અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાનો નિર્દેશ આપ્યો છે."
#WATCH | Phagwara, Punjab | Latest visuals from Lovely Professional University (LPU) where heavy Police deployment has been made and students are leaving for their homes. Regular classes have been suspended here for 10 days from 28th September; mid-term examinations have also… pic.twitter.com/zvYhcgLvrn
— ANI (@ANI) September 28, 2026
તમામ વિદ્યાર્થીઓ ઘરે જવા રવાના
28 સપ્ટેમ્બરથી 10 દિવસ માટે નિયમિત વર્ગો સ્થગિત કર્યા પછી, બધા એલપીયુ વિદ્યાર્થીઓ તેમના ઘરે જવા રવાના થયા છે.
NH-44 પર ટ્રાફિક પુનઃસ્થાપિત, વિદ્યાર્થીઓએ તેને 15 કલાક માટે કર્યો હતો બંઘ
એલપીયુમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે, પીટીઆઈએ અહેવાલ આપ્યો કે એનએચ-44 પર ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આ માહિતી પોલીસે પોતે આપી હતી. પોલીસનું કહેવું છે કે પંજાબના ફગવાડામાં નેશનલ હાઇવે-44 પર ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે, જે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (એલપીયુ)ના વિદ્યાર્થીઓ દ્વારા 15 કલાકથી વધુ સમય માટે અવરોધિત હતો. પોલીસે સોમવારે જણાવ્યું હતું કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે.

